back to top
Homeમનોરંજન'પુષ્પા 2: ધ રૂલ' નું શૂટિંગ પૂર્ણ:અલ્લુ અર્જુને લખ્યું- પુષ્પાની 5 વર્ષની...

‘પુષ્પા 2: ધ રૂલ’ નું શૂટિંગ પૂર્ણ:અલ્લુ અર્જુને લખ્યું- પુષ્પાની 5 વર્ષની જર્ની પૂર્ણ, શૂટિંગમાં વિલંબને કારણે ફિલ્મ મોકૂફ રાખવામાં આવી હતી

અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ 5 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. રિલીઝ ડેટ જાહેર થયા બાદ પણ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ શક્યું નથી, જો કે હવે અલ્લુ અર્જુને એક પોસ્ટ શેર કરીને શૂટિંગ પૂરું કરવાની જાહેરાત કરી છે. અલ્લુ અર્જુને સેટ પર લીધેલા છેલ્લા શૉટની તસવીર શેર કરી અને લખ્યું, છેલ્લો દિવસ અને પુષ્પાનો છેલ્લો શૉટ. પુષ્પાની 5 વર્ષની સફર પૂર્ણ થઈ છે. શું અદભુત જર્ની હતી.. અલ્લુ અર્જુને વર્ષ 2019માં ‘પુષ્પાઃ ધ રાઈઝ’નું શૂટિંગ શરૂ કર્યું હતું, ત્યારબાદ બંને પાર્ટ બનાવવામાં લગભગ 5 વર્ષ લાગ્યા હતા. આ ફિલ્મ શરૂઆતથી જ બે ભાગમાં બનવાની હતી. નિર્દેશક સુકુમારે ‘પુષ્પાઃ ધ રૂલ’ની રિલીઝ પહેલા જ જાહેરાત કરી હતી કે તે તેને બે ભાગમાં બનાવશે. તે વર્ષ 2021 માં પહેલો ભાગ અને વર્ષ 2022 માં બીજો ભાગ રિલીઝ કરવા માંગતો હતો, પરંતુ તેમ થઈ શક્યું નહીં. હવે 2 વર્ષની લાંબી રાહ બાદ આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ શરૂઆતમાં 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. જો અહેવાલોનું માનીએ તો અલ્લુ અર્જુન અને દિગ્દર્શક સુકુમાર વચ્ચે સર્જનાત્મક મતભેદોને કારણે શૂટિંગ અટકાવવું પડ્યું હતું. શૂટિંગ પૂર્ણ ન થઈ શકવાને કારણે ફિલ્મ મોકૂફ રાખવામાં આવી હતી. ફિલ્મ માટે અલગ-અલગ ક્લાઈમેક્સ શૂટ કરવામાં આવ્યા હતા.
500 કરોડ રૂપિયાના મેગા બજેટ સાથે બનેલી આ ફિલ્મના મેકર્સે ક્લાઈમેક્સને અલગથી શૂટ કર્યો છે, જેથી ક્લાઈમેક્સ સાથે સંબંધિત કોઈ છેડછાડ ન કરે અને શૂટિંગ યુનિટ દ્વારા ફિલ્મ લીક ન થાય. આ ઉપરાંત સેટ પર ‘નો ફોન પોલિસી’ પણ રાખવામાં આવી હતી. તમામ ક્લાઈમેક્સ શૉટમાંથી, સેટ પર કોઈને ખબર નથી કે નિર્માતાઓ દ્વારા કયો ફાઈનલ કરવામાં આવશે. તે 5 ડિસેમ્બરે તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. આ પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે બંગાળી ભાષામાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ સ્ટાન્ડર્ડ, 3D, IMAX, 4DX, D-BOX ફોર્મેટમાં રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments