back to top
Homeદુનિયાબાંગ્લાદેશની પૂર્વ PM ખાલિદા ઝિયા ભ્રષ્ટાચાર કેસમાં નિર્દોષ જાહેર:US વિઝા માટે અરજી...

બાંગ્લાદેશની પૂર્વ PM ખાલિદા ઝિયા ભ્રષ્ટાચાર કેસમાં નિર્દોષ જાહેર:US વિઝા માટે અરજી કરવા અમેરિકન એમ્બેસી પહોંચી; ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા સાથે કરી રહી છે સંઘર્ષ

બાંગ્લાદેશ હાઈકોર્ટે બુધવારે ભૂતપૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ પછી ખાલિદા ઝિયા યુએસ વિઝા અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઢાકામાં અમેરિકન દૂતાવાસ પહોંચી. જીયા લાંબા સમયથી લીવર, હાર્ટ અને આંખની ગંભીર સમસ્યાથી પીડિત છે. 79 વર્ષીય ઝિયાને અનાથાલય ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં વિશેષ અદાલતે પાંચ વર્ષની સજા સંભળાવી હતી, ત્યાર બાદ તેને 2018માં ઢાકા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવી હતી. 30 ઓક્ટોબર, 2018ના રોજ હાઈકોર્ટે તેની સજા વધારીને 10 વર્ષ કરી હતી. બાદમાં તેને જિયા ચેરિટેબલ ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠેરવવામાં આવી હતી અને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આવતા મહિને જઈ શકે છે બ્રિટનથી અમેરિકા
BDNews24ના અહેવાલ મુજબ, ઝિયાની અપીલના આધારે કોર્ટે આ નિર્ણયને પલટી નાખ્યો. આ કેસમાં અન્ય બે આરોપીઓને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ઝિયા આવતા મહિનાની શરૂઆતમાં બ્રિટન જઈ શકે છે, જ્યાંથી તે અમેરિકા અથવા જર્મનીમાં ઉચ્ચ તબીબી સારવાર લઈ શકે છે. ઝિયાનું બેંક એકાઉન્ટ 17 વર્ષ પછી અનફ્રીઝ કરવામાં આવ્યું
કોરોનાને કારણે ઝિયાને અસ્થાયી રૂપે જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. 2020માં તેણીની સજા એ શરતે સસ્પેન્ડ કરવામાં આવી હતી કે તે તેના ઘરે રહેશે અને દેશ છોડશે નહીં. ખાલિદા ઝિયાનું બેંક એકાઉન્ટ થોડા મહિના પહેલા અનફ્રીઝ કરવામાં આવ્યું હતું. તેમના બેંક ખાતા 17 વર્ષ માટે ફ્રીઝ કરવામાં આવ્યા હતા. NBRના સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ સેલે ઓગસ્ટ 2007માં ખાલિદા ઝિયાના ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments