જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજીનો દેહવિલય થયા બાદ તેમની સમાધિ પાસે ધૂળ લોટની વિધી વખતે અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી હરિગીરીઅે બળજબરીથી જૂના અખાડાના પ્રેમગીરીની ચાદરવિધી કરી નાંખ્યાની પોલીસમાં અરજી થઇ છે. જેમાં દિવંગત તનસુખગીરીજીના પરીવારે માલિકીની જગ્યામાં બળજબરી કર્યાનો આરોપ હરિગીરી પર મૂક્યો છે. અા સમગ્ર વાદવિવાદના ઘટનાક્રમ વચ્ચે જૂનાગઢમાં અેક વિડિયો વાયરલ થયો છે. જેમાં અેક યુવા યુગલનો કિસીંગ સીન છે. 15 સેકન્ડની અા વિડિયો ક્લિપમાં અેક શખ્સ સનાતની સાધુની વેશભૂષામાં અેક અલ્ટ્રામોર્ડન દેખાતી યુવતીને કીસ વારંવાર કીસ કરતો હોય એવું દેખાય છે. ખુબીની વાત અે છેકે, અા તેઅોની અંગત પળ હોય અેવું માની શકાય અેમ નથી કારણકે, બેકગ્રાઉન્ડમાં પાર્ટી ચાલી રહી હોય અેવું મ્યુઝિક વાગે છે સાથે બંને વારંવાર કેમેરા તરફ નજર કરે છે. આથી સ્પષ્ટ થાય છેકે, કોઇ પાર્ટીમાં અેક શખ્સ સનાતની સાધુની વેશભૂષા ધારણ કરી આવી અોન કેમેરા બિભત્સ હરકત કરી રહ્યો છે. અા વિડિયો ક્યારનો છે, ક્યાંનો છે, તેમાં દેખાતો શખ્સ અને સાથેની યુવતી કોણ છે, બંને પતિ-૫ત્ની છેકે, પ્રેમી-પ્રેમીકા અેનો ખુલાસો કોઇ પાસે નથી. કદાચ અે બંનેની અંગત બાબત હોઇ શકે. પણ સનાતન ધર્મમાં સન્માનીય ગણાય અેવા સાધુની વેશભૂષા ધારણ કરીને અા પ્રકારનો વિડિયો ઇરાદાપૂર્ક બનાવવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થઇ જાય છે.ખાસ કરીને જ્યારે જૂનાગઢમાં અંબાજી અને ભવનાથ મંદિરના મહંતપદનો વિવાદ ચાલી રહ્યો છે અેવામાં વાયરલ થયેલા આ વિડિયોઅે ભારે ચર્ચા જગાવી છે. ખરેખર સાધુ હોય તો આવો વીડિયો ન બનાવે
જે વીડિયો વાયરલ થયો છે એમાં દેખાતા યુગલ પૈકી જો યુવાન ખરેખર સાધુ હોય તો તેને આ વીડિયોની ગંભીરતા વિશે ખ્યાલ હોયજ. આથી તેઓ કેમેરાની સામે જોઇને ઇરાદાપૂર્વક આવું કૃત્ય ન કરે. જો એવું કર્યું હોય તો તે અક્ષમ્ય ગણાય અને ખુદ તેનો અખાડો જ તેને ગુરૂ-શિષ્ય પરંપરામાંથી રવાના કરી દે. ત્રીજી વ્યક્તિની પણ ઉપસ્થિતિ ?
જે રીતે વીડિયો બનાવ્યો છે એ જોતાં યુગલને બરાબર ખ્યાલ છે કે આવો વીડિયો બની રહ્યો છે. જે કોઇ ત્રીજી જ વ્યક્તિ તેનું શૂટીંગ કરે છે કારણકે, જો સેલ્ફી મોડમાં વીડિયો બન્યો હોય તો તરતજ ખ્યાલ આવી જાય. આમ આ વીડિયો આકસ્મિક નહીં પણ પૂર્વ યોજીત કાવતરું હોવાની શક્યતા વધુ જણાઇ આવે છે.