13થી 17 વર્ષનાં 10 હજારથી વધુ બાળકો પર યુથ એન્ડોમેન્ટ ફંડ દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર સોશિયલ મીડિયા જોવાવાળા 4 માંથી 1 સગીરને વાસ્તવિક જીવનમાં હિંસા, જેમાં યુદ્ધ, મારામારી, છરી મારવી, સંઘર્ષ વગેરે જાતે જ અલ્ગોરિધમ રેકમેન્ડેશનના માધ્યમથી દેખાડવામાં આવે છે. સોશિયલ મીડિયા ક્લિપમાં હિંસા જોનારાં 10માંથી 8 બાળકે કહ્યું કે તેનાથી તેમણે પોતાના સ્થાનિક વિસ્તારમાં ઓછી સુરક્ષા અનુભવી હતી. જ્યારે, 68% બાળકોએ માન્યું કે આનાથી તેમના બહાર જવાની સંભાવના ઓછી થઇ ગઇ છે. યુવાનોએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર પોતાની ધાક જમાવવા માટે ઝઘડાની ક્લિપ શૅર કરવામાં આવે છે. વારંવાર હિંસા દર્શાવવાના કારણે બાળકો અસંવેદનશીલ થઇ જાય છે અને હિંસા કરવી તેમને સામાન્ય લાગે છે. હાલમાં જ ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાને સોશિયલ મીડિયાના ઉપયોગ માટે લઘુત્તમ ઉંમર લાગુ કરવાની યોજનાની જાહેરાત કરી છે. અલ્બાનીઝે કહ્યું કે સામાન્યપણે સોશિયલ મીડિયા સંપૂર્ણ સામાજિક હોતુ નથી તે આપણે બધા આ જાણીએ છીએ. સત્યતા એ છે કે આ આપણાં બાળકોને નુકસાન પહોંચાડી રહ્યાં છીએ તથા હું આની ઉપર પ્રતિબંધ લગાવવા માગું છું. મોટા ભાગના દેશોમાં સોશિયલ મીડિયા ઉપયોગ કરવાની લઘુત્તમ ઉંમર 16 વર્ષ છે પરંતુ ઘણા સોશિયલ મીડિયા આ કાનૂનોને પૂરા કરવામાં અસફળ રહ્યા છે. સુરક્ષા માટે નવા કાયદા લાગુ થવાના છે. બાળકો સોશિયલ મીડિયામાંથી પ્રેરણા લઇને જ હિંસક ઘટનાને અંજામ આપી રહ્યાં છે
ઘણાં બાળકો સોશિયલ મીડિયા પર બાળકોની ખામીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. સપ્ટેમ્બરમાં ચાર્લોટ ઓબ્રાયન-એલા કેટલી-ક્રૉફર્ડે આત્મહત્યા કરી લીધી હતી. બંને 12 વર્ષની હતી અને તેમના પરિવારોનું કહેવું છે કે તેમને ગઠિયાઓએ સ્નેપચૅટ દ્વારા નિશાન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ અને વેલ્સના આશરે 3,30,000 યુવાનોનું કહેવું છે કે સોશિયલ મીડિયાથી પ્રેરણા લઇને તેમણે હિંસક ઘટનાને અંજામ આપ્યો હતો.