back to top
Homeબિઝનેસરોજગારનું મહાસંકટ:દેશમાં લાચાર બેરોજગાર; કોઈ કામ ઝંખે છે તો કોઈ આવકને

રોજગારનું મહાસંકટ:દેશમાં લાચાર બેરોજગાર; કોઈ કામ ઝંખે છે તો કોઈ આવકને

જ્યારે જ્યારે નોકરી માટે ભરતી કરવામાં આવે છે છે ત્યારે ત્યારે એક-એક હોદ્દા માટે હજારો અરજીઓ આવે છે. ક્લાર્ક, પટાવાળા અને સફાઈ કર્મચારી જેવી નોકરીઓ માટે એમએ-પીએચડી કરનારા પણ લાઇનમાં ઊભેલા જોવા મળે છે પરંતુ સરકારી નીતિરીતિ એવી છે કે નોકરિયાતોની વસ્તીમાં દર 100માંથી માત્ર 3 લોકો બેરોજગાર છે. કારણ કે અઠવાડિયામાં એક કલાક પણ કામ કરે તો ‘સરકાર’ની દૃષ્ટિએ તમે બેરોજગારની યાદીમાંથી બહાર નીકળી જાઓ છો. બેરોજગારો વધુ છે એ એક જ લાચારી નથી. જેમની પાસે રોજગારી છે તેમાંથી પણ 78%ની આવક મહિને રૂ. 14 હજાર પણ નથી અને તેમાંથી જ પરિવારનું પાલન કરવાનું છે. કમાનારા વર્ગમાંથી 58% હિસ્સેદારી પોતાનું કામ (રેકડી, ખેતી વગેરે) કરનારાનો છે. તેની સરેરાશ માસિક આવક રૂ. 13279 છે. કામદારોમાં 22% નોકરિયાતો છે અને તેમની સરેરાશ માસિક આવત રૂ. 20702 અને 20% ભાગીદારી કરનારા દાડિયા મજૂરોની સરેરાશ દૈનિક આવક રૂ. 418 છે. આંકડામાં બેરોજગારી ઓછી, તેનું સૌથી મોટું કારણ છે, આપણી વ્યવસ્થા
દેશમાં 2 પ્રકારે બેરોજગારી ચકાસવામાં આવે છે. પહેલો, સામાન્ય સ્થિતિ. તેમાં વર્ષના 365 દિવસમાં 30 દિવસથી વધુ કામ કર્યું હોય, તે બેરોજગાર નથી ગણાતો. બીજો, વર્તમાન સાપ્તાહિક સ્થિતિ. તેમાં અઠવાડિયામાં કોઈ દિવસે 1 કલાક પણ કામ કર્યું હોય તો એ બેરોજગાર નથી ગણાતો.
…જ્યારે અમેરિકામાં જો છેલ્લાં 4 સપ્તાહથી સક્રિય રીતે કામની શોધ કરી હોય અને વર્તમાનમાં કામ માટે ઉપલબ્ધ હોય તો તેને બેરોજગાર તરીકે વર્ગીકૃત કરાય છે. જો કોઈ વ્યક્તિને નોકરીમાંથી કાઢી મૂકાઈ હોય અને તેની પાસે હાલમાં કોઈ કામ નથી. પરંતુ જો તેને પાછો બોલાવી લેવાની આશા હોય તો એ બેરોજગાર ગણાશે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન પ્રમાણે 15થી 74 વર્ષની જે વ્યક્તિ પાસે રોજગાર નથી, તેને બેરોજગારની શ્રેણીમાં રખાય છે. બીજો, સરવે પહેલાંના 4 સપ્તાહમાં જેણે સક્રિય રીતે કામની શોધ કરી હોય અથવા બે અઠવાડિયામાં નોકરી શરૂ કરવા માટે ઉપલબ્ધ છે, તેને બેરોજગાર ગણાય છે. જે લોકોને બંનેમાંથી કોઈ પણ પરિભાષા લાગુ ન પડે એ નિષ્ક્રિય વસ્તીની શ્રેણીમાં રાખવામાં આવે છે. સ્થિતિ કેટલી કપરી છે, એ 4 રાજ્યના આંકડા જ કહેશે
યુપી : 2024ની શરૂઆતમાં પોલીસ ભરતીના 50 લાખ અરજી આવી, જગ્યા 6 0 હજારની છે.
બિહાર : જુલાઈ, 2023માં બિહાર સ્ટાફ સિલેક્શને 12199 જગ્યા માટે ભરતી નીકળી. 25 લાખ અરજી આવી. એટલે કે એક જગ્યા માટે 200થી પણ વધુ. તેનાથી લોઅર ડિવિઝનલ ક્લાર્ક, મહેસૂલ કર્મચારી, તલાટી, પંચાયત સચિવ. ટાઇપિસ્ટ વગેરે ભરતીઓ થવાની હતી.
હરિયાણા : એસએસસી સીઈટી, 2023માં 13536 હોદ્દા માટે 1375151 અરજી આવી.
ગુજરાત : ડિસેમ્બર, 2023માં સબ-ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (જીએસએસએસબી)એ 2500 ટૅક્્નિકલ હોદ્દા માટે ભરતી નીકળી. 1 લાખથી વધુએ પરીક્ષા આપી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments