back to top
Homeમનોરંજન'સન ઓફ સરદાર'ના ડાયરેક્ટરના પુત્રનું અવસાન:દીકરાના મિત્રની ભૂલથી અશ્વની ધીરે જુવાન જોધ...

‘સન ઓફ સરદાર’ના ડાયરેક્ટરના પુત્રનું અવસાન:દીકરાના મિત્રની ભૂલથી અશ્વની ધીરે જુવાન જોધ દીકરો ગુમાવ્યો, નશામાં ડ્રાઇવિંગ કરતા મિત્રની ધરપકડ

‘સન ઓફ સરદાર’, ‘ક્રેઝી 4’ અને ‘અતિથી તુમ કબ જાઓગે’ જેવી ફિલ્મોના ડાયરેક્ટર અશ્વની ધીરના પુત્ર જલજ ધીરનું કાર અકસ્માતમાં અવસાન થયું છે. 18 વર્ષના જલજનો અકસ્માત મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં થયો હતો. તે તેના ત્રણ મિત્રો સાથે ડ્રાઈવ પર નીકળ્યો હતો, પરંતુ તેના નશામાં ધૂત મિત્રએ ફૂલ સ્પીડમાં ચાલતી કાર પરથી કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં જલજ અને તેના મિત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે બે મિત્રોને સામાન્ય ઈજાઓ થઈ હતી. મુંબઈ પોલીસે તેના મિત્ર સાહિલની ધરપકડ કરી છે જે નાશાની હાલતમા કાર ચલાવી રહ્યો હતો. મિત્રોને વિડિયો ગેમ્સ રમવા માટે ઘરે બોલાવ્યા અને પછી લેટ નાઈટ ડ્રાઇવનું આયોજન કર્યું
અહેવાલ અનુસાર, 22 નવેમ્બરની રાત્રે જલાજે તેના મિત્રોને તેના ગુરુગ્રામના ઘરે વીડિયો ગેમ રમવા માટે બોલાવ્યા હતા. થોડો સમય વિડીયો ગેમ્સ રમ્યા બાદ, 18 વર્ષીય જલજ તેના મિત્રો સાહિલ મેંધા (18), સાર્થ કૌશિક (18) અને જેડન જીમી (18) સાથે ડ્રાઇવ માટે બહાર ગયો હતો. તેનો મિત્ર ખૂબ જ દારૂ પીધો અને પછી બધા ઘરે પાછા ફરવા નીકળ્યા. સાહિલ દારૂના નશામાં ફૂલ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. વિલે પાર્લે નજીક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અચાનક કાર પરથી કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ. કાર ટકરાતા આગળની સીટ પર બેઠેલા સાહિલ અને જેડનને સામાન્ય ઈજાઓ થઈ હતી જ્યારે પાછળની સીટ પર બેઠેલા જલજ અને સાર્થને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને જોગેશ્વરી ઈસ્ટ સ્થિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ જલાજની હાલત નાજુક બનતાં તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ અકસ્માતમાં તેના અન્ય મિત્ર સાર્થનું પણ મોત થયું હતું. નશાની હાલતમાં 120-150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી
અકસ્માત બાદ કારમાં હાજર જેડન જીમીએ કાર ચલાવી રહેલા સાહિલ વિરુદ્ધ ફરિયાદમાં નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું કે જલજ ઘરે આવ્યો તે પહેલા સાહિલ તેના મિત્રના ઘરે દારૂ પી ચૂક્યો હતો. 22 નવેમ્બરે રાત્રે 11 વાગે તે જલજના ઘરે પહોંચ્યો હતો. થોડો સમય વિડીયો ગેમ રમ્યા બાદ તે રાત્રે સાડા ત્રણ વાગે ડ્રાઇવ માટે નીકળી ગયો હતો. શરૂઆતમાં જેડન કાર ચલાવતો હતો, પરંતુ બાદમાં સાહિલ પોતે જ કાર ચલાવવા લાગ્યો હતો. તે લગભગ 4.10 વાગે બાંદ્રા પહોંચ્યા. જેડેનના નિવેદન મુજબ સાહિલ 120-150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. જાડેનના નિવેદન મુજબ સાહિલની ધરપકડ કરવામાં આવી છે. અશ્વની ધીર અજય દેવગન અભિનીત ફિલ્મો ‘સન ઓફ સરદાર’, ‘અતિથિ તુમ કબ જાઓગ’ જેવી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે. આ સિવાય તેણે ‘વન ટુ થ્રી’, ‘ગેસ્ટ ઇન લંડન’ અને ‘ક્રેઝી 4’ જેવી ફિલ્મો પણ ડિરેક્ટ કરી છે. ફિલ્મો ઉપરાંત, તેણે ટીવી શો ‘લાપતાગંજ’, ‘ચિડિયાઘર’, ‘નીલી છત્રી વાલે’, ‘ખતમલ-એ-ઈશ્ક’, ‘હર શાખ પે ઉલ્લુ બેતા હૈ’નું ડાયરેક્શન પણ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments