back to top
HomeગુજરાતHey Google પોલીસથી કઈ રીતે બચી શકાય?:ખેડાના ફાર્મહાઉસના એક નાનકડા રૂમમાં છૂપાયા,...

Hey Google પોલીસથી કઈ રીતે બચી શકાય?:ખેડાના ફાર્મહાઉસના એક નાનકડા રૂમમાં છૂપાયા, સતત TV પર ખ્યાતિકાંડના ન્યૂઝ જોતા; એક નંબર ટ્રેક થયો ને આરોપીઓ દબોચાયા

ખ્યાતિકાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્ત્વની તપાસ અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ખેડાના કપડવંજમાં એક નાનકડા ફાર્મહાઉસમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો ખેલાડી ચિરાગ રાજપૂત છે. રાહુલ જૈન અને મિલિંદ પટેલ બધા 12 નવેમ્બરે અમદાવાદથી ભાગ્યા અને ઉદેયપુર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં મેળ ના પડતા ચિરાગે તેના બીજા બે ફોલ્ડરોને બોલાવ્યા હતા. ત્યાર બાદ ઉદેયપુરથી તેઓ બધા ફરી અમદાવાદથી 60 કિમી દૂર ખેડાના કપડવંજ પાસે એક ફાર્મહાઉસમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ એક નાનકડા રૂમમાં રહેતા હતા. જ્યાં તેઓ ટીવી ચાલુર કરીને આખો દિવસ ખ્યાતિકાંડના ન્યૂઝના સંદર્ભમાં માહિતી મેળવતા રહેતા હતા. એટલું જ નહીં તેઓ Googleમાં વારંવાર પોલીસ આરોપીઓને કઈ રીતે પકડે છે અને પોલીસથી કઈ રીતે બચી શકાય તેવા સર્ચ ચાલુ રાખતા હતા અને તમામ સર્ચ વિશે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમની અંદર હજી આ કેસના ત્રણ આરોપીઓ વોન્ટેડ છે. જેમાં સંજય પટોળીયા, રાજશ્રી કોઠારી અને હાર્દિક પટેલનો સમાવેશ થાય છે. આ સમગ્ર પ્રકરણમાં MRમાંથી CEO બનેલા ચિરાગ રાજપૂતે આખું સેટઅપ ઉભું કર્યું અને ખ્યાતિ હોસ્પિટલ ચલાવવા અને તેની ગોઠવણ કરવાનું કામ એ પોતે જ કરતો હતો. નંબર ટ્રેક કરતા ક્રાઈમ બ્રાન્ચ એક ફાર્મ હાઉસ પર પહોંચી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આરને એક મોબાઈલ નંબર મળ્યો હતો. જે મોબાઈલ નંબર લાગતા તેમણે તેને ટ્રેક કરવાનો શરૂ કર્યો હતો. આ નંબર ટ્રેક કરતાં કરતાં ખેડા નજીક એક ફાર્મહાઉસ પાસેની કેટલીક વિગતો મળી હતી. આ દરમિયાન તેમની ટીમ ફાર્મહાઉસ પર પહોંચી હતી, ત્યારે આ ફાર્મહાઉસમાં એક રૂમની અંદર ટીવી, ઇન્ટરનેટથી કનેક્ટ ફોન અને ફોનની અંદર ચાઈનીઝ તેમજ રશિયન એપથી એકબીજાને કોન્ટેક્ટ કરવાની વિગતો મળી હતી. આ સમગ્ર ડિટેકશનની અંદર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાયબર ક્રાઇમની પણ મદદ લીધી હતી. સમગ્ર ડિટેકશન બાબતે કોઈને પણ સહેજ પણ ખબર ન પડે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચે સ્ટ્રેટરજી બનાવી
ખ્યાતિકાંડના આરોપીઓ સુધી પહોંચવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્ટ્રેટરજી બનાવી હતી અને દરેકનો રોલ આ તપાસમાં સ્પષ્ટ થઈ ગયો હતો, જેના આધારે તેઓ દ્વારા કોઇ વકીલ અથવા કોઈ પરિચિતનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા આરોપીઓને ટ્રેક કરવાની શરૂઆત કરી હતી. તેમાં પણ ખાસ કરીને એવી એપ્લિકેશન જે સોશિયલ મીડિયામાં ઉપયોગમાં આવે છે અને જેને ટ્રેક કરવી અઘરી હોય છે તેની તપાસ પણ સાયબર એક્સપર્ટ પાસે કરાવવામાં આવી હતી. આ દરમિયાન આવી એપ્લિકેશન પાદરમાં ડાઉનલોડ થઈ હોય તેવી માહિત મળતા તે જગ્યાએ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે આરોપીઓ ખેડા નજીક કેટલી વિગતો મળતા આરોપીઓનો રહેઠાણની જગ્યા મળી આવી હતી. ફાર્મહાઉસમાંથી ત્રણેય આરોપી ઝડપાયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જ્યારે આરોપીઓને પકડે છે ત્યારે ફાર્મહાઉસમાં એક સામાન્ય રૂમ હતો. તેની અંદર સુવા માટે બેડ, ટીવી અને ઇન્ટરનેટ કનેક્શન હતું. એટલે કે કોઈ વૈભવી ઠાઠવાળો રૂમ ન હતો પરંતુ તેમને છૂપાવવા માટે આ રૂમ પુરતો હતો. પરંતુ આરોપી ગમે તેટલો હોશિયર હોય પરંતુ કોઈને કોઈ કડી છોડી જાય છે, અને તેમાં આ ત્રણેય આરોપી ઝડપાઈ ગયા હતા. જ્યારે બીજા આરોપી પણ તેમના સંપર્કમાં હતા એટલે રાહુલ જૈનને ઉદેયપુરથી ઝડપી પાડવા માટે મહત્ત્વની કડી ત્યાંથી મળી હતી. સોલા હોસ્પિ.ની નોકરી છોડી ખ્યાતિમાં ઇન્વેસ્ટરન શોધ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે આરોપીની પૂછપરછ કરી ત્યારે ચિરાગે જણાવ્યું હતું કે, તે સાલ હોસ્પિટલમાં નોકરી કરતો હતો. ત્યાંથી તેને છૂટો કર્યા બાદ તે કોઈ મોટું ઓપરેશન કરવા માંગતો હતો. એટલે કે, મોટી રોકડી કરવા માંગતો હતો અને તેના માટે તે અલગ અલગ ઇન્વેસ્ટરનો સંપર્ક કરતો હતો. જેમાં કેટલાક બિલ્ડરો હતા અને કાર્તિક પટેલ પણ હતો. બીજા બિલ્ડરોએ તો હાથ અધ્ધર કરી દીધા, પરંતુ કાર્તિક પટેલે પોતાનો બિઝનેસ એક્સપાન કરવા માટે તે સમયે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી હતી અને તેણે ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું, પરંતુ તે હોસ્પિટલના ઓપરેશનમાં ક્યાંય સામેલ નહતો. જ્યારે રાજશ્રી કોઠારી પણ ખૂબ ધનાઢ્ય પરિવારથી કનેક્ટેડ હોવાથી તે પણ આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટર હતી અને તેણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોવાથી તે પણ કંપનીમાં ડાયરેક્ટર હતી. તેને પણ હોસ્પિટલની ગતિ વિધિ વિશે કંઈ ખબર ન હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કહી રહી છે. હવે આ સમગ્ર પ્રકરણમાં રાજશ્રીની ધરપકડ અને કાર્તિકની ભારતમાં વાપસી થાય ત્યાર બાદ જ તેઓ આ લોકોના કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા તે જાણવા મળશે. આરોપી પોલીસથી બચવા Googleમાં સર્ચ કરતા હતા
આરોપીઓ જ્યારે વોન્ટેડ હતા, ત્યારે તેઓ અગોતરા જામીન માટે કેટલાક લોકોના સંપર્કમાં હતા અને તેઓ કહેતા હતા કે, તમારા જામીન થઈ જશે. એટલે તેઓ આ ફાર્મહાઉસમાં છુપાયા હતા અને પોલીસ તેમના સુધી ન પહોંચે તે જાણવા માટે Googleમાં વારંવાર સર્ચ કરતા હતા. જેમાં પોલીસ કઈ રીતે આરોપી સુધી પહોંચે છે. પોલીસથી બચવા શું કરી શકાય. કઈ એપ્લિકેશન વાપરવાથી ટ્રેકના થાય તે તમામ બાબતોને સર્ચ કરીને તેઓ બચવા માટે પ્રયાસ કરતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments