શેરબજારમાં ગુરુવારે વેચવાલી જોવા મળી હતી. શેરબજારમાં સતત ત્રણ દિવસ સુધી તેજી રહ્યા બાદ ફરી એકવાર મોટો કડાકો બોલાઈ ગયો.આજે ગુરુવારે પહેલા તો સેન્સેક્સ-નિફ્ટીએ ધીમી શરૂઆત કરી હતી,પરંતુ અચાનક બજારમાં મોટો કડાકો દેખાયો.બીએસઈ સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.જેની સાથે ફરી સેન્સેક્સ 80,000 ની સપાટીથી નીચે આવી ગયો. જ્યારે બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૪૦૦ પોઈન્ટ જેટલો ઘટાળો 24,000 ની સપાટીએ આવી ગયો. આવ્યો હતો.સેન્સેક્સ 1190 પોઈન્ટના ઘટાળા સાથે 79043 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 322 પોઈન્ટના ઘટાળા સાથે 24115 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 288 પોઈન્ટના ઘટાળા સાથે 52329 પોઈન્ટના સ્તરે બંધ થયો.સ્મોલ,મિડ કેપ,રોકડાના શેરોમાં બજારમાં ગભરાટ વધતાં ફરી રિટેલ ઈન્વેસ્ટરોની વ્યાપક વેચવાલી થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. ભારતીય શેરબજારમાં આ કડાકો વૈશ્વિક માર્કેટમાં ઘટાડાની અસરને કારણે થયો છે.ગઈકાલે અમેરિકન બજાર કડાકા સાથે જ બંધ થયા હતા.તેની અસર સેન્સક્સે અને નિફ્ટી પર દેખાઈ હતી. મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે ઘટાડે શોર્ટ કવરિંગ કર્યું હતું. ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી થઈ હતી. એફએમસીજી શેરોમાં આજે ફ્રન્ટલાઈન શેરોમાં પસંદગીની ખરીદી સામે અન્ય અનેક શેરોમાં ગાબડાં પડયા હતા. ગુરુવારે નિફ્ટી પીએસયુ બેન્કમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. તે 0.93%ના ઉછાળા સાથે 6847 ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી ફાર્મા 0.46% ના ઘટાડા સાથે 21729 ના સ્તર પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 0.76% ના ઘટાડા સાથે 51907 ના સ્તર પર બંધ થયા છે. આ પછી નિફ્ટી ઓટો 1.63% નબળો પડીને 23135ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ટેકનોલોજીમાં સૌથી મોટો 2.39%નો ઘટાડો જોવા મળ્યો હતો, જે 42969ના સ્તરે બંધ થયો હતો. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,અદાણી એન્ટર.,ઓબેરોઈ રીયાલીટી,બાટા ઇન્ડિયા,સિપ્લા,મહાનગર ગેસ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,એસબીઆઈ કાર્ડ્સ,એયુ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ટીસીએસ,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,એસીસી,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,સન ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,ટેક મહિન્દ્રા,વોલ્ટાસ,ભારતી ઐરટેલ,રિલાયન્સ,ટાટા કેમિકલ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4049 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1729 અને વધનારની સંખ્યા 2210 રહી હતી, 110 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 217 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 357 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24115) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24272 પોઇન્ટના પ્રથમ અને 24303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24008 પોઇન્ટથી 23939 પોઇન્ટ, 23880 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52329 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52505 પોઇન્ટના પ્રથમ અને 52676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52133 પોઇન્ટથી 52008 પોઇન્ટ,51808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ગોદરેજ પ્રોપર્ટીઝ ( 2832 ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2797 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2760 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2853 થી રૂ.2860 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2888 ઉપર તેજી તરફી ધ્યાન…!!
લ્યુપીન લીમીટેડ ( 2015 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1988 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1974 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2033 થી રૂ.2040 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 2921 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેસેન્જર કાર અને યુટિલિટી વ્હીકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.2970 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2898 થી રૂ.2880 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.3003 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
એચડીએફસી બેન્ક ( 1804 ):- રૂ.1833 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1840 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1787 થી રૂ.1774 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1848 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે આગામી બે નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે. તેનું મુખ્ય કારણ ઊંચા વ્યાજ દરોને કારણે શહેરી માંગમાં ઘટાડો થયો છે. યુએસ ચૂંટણી પરિણામો પછી એશિયા-પેસિફિક અર્થતંત્રો માટે તેના આર્થિક અનુમાનને અપડેટ કરતા, રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ 2025-26 (એપ્રિલ 2025 થી માર્ચ 2026)માં કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ ૬.૭% અને નાણાકીય વર્ષ ૨૦૨૬-માં ૬.૮% રહેવાનો અંદાજ મૂક્યો હતો. એસએન્ડપીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જીડીપી વૃદ્ધિ દર ૬.૮% રહેવાનો અંદાજ મૂક્યો છે. રેટિંગ એજન્સીને નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮માં જીડીપી વૃદ્ધિ દર ૫% રહેવાની અપેક્ષા છે.વધતા જોખમો ૨૦૨૫ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એશિયા-પેસિફિક માટે આર્થિક દ્રષ્ટિકોણને નબળો પાડી રહ્યા છે. શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.ભારતીય શેર બજારો માટે પાછલું સપ્તાહ ભારે ઉથલપાથલનું નીવડયું છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને યુક્રેને રશીયા પર અમેરિકી મિસાઈલોથી કરેલા હુમલાએ રશીયાની ન્યુક્લિયર યુદ્વની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ અદાણી પ્રકરણને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ યોજાઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિની તરફેણમાં જનાદેશને લઈ રાજ્યમાં ફરી સ્થિર, મજબૂત સરકાર રચાવાના સંકેતની પોઝિટીવ અસર આગામી દિવસોમાં બજારમાં જોવાશે. શેર બજારોમાં આવેલી મોટી તેજી અને ફોરેન ફંડોની વેચવાલી હવે અટકવાના સંભવિત પોઝિટીવ ડેવલપમેન્ટે હાલ તુરત બજારે યુ-ટર્ન લેશે.અનિવાર્ય કરેકશનનો દોર હાલ તુરત પૂરો થયો ગણી શકાય.હવે કોઈપણ અનિચ્છનીય જીઓપોલિટીકલ પરિબળો સિવાય અહીંથી બજાર તેજીના ફૂંફાળા બતાવી કોન્સોલિડેશનના તબક્કામાં ટ્રેડ થતું જોવાશે. આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.