back to top
Homeસ્પોર્ટ્સકોહલીનો 'મસાલેદાર' જવાબ સાંભળીને ઓસ્ટ્રેલિયાના PM હસી પડ્યા:વડાપ્રધાન એલ્બેનિઝે વિરાટ-બુમરાહના ભારે વખાણ...

કોહલીનો ‘મસાલેદાર’ જવાબ સાંભળીને ઓસ્ટ્રેલિયાના PM હસી પડ્યા:વડાપ્રધાન એલ્બેનિઝે વિરાટ-બુમરાહના ભારે વખાણ કર્યા; જસપ્રીતને કહ્યું- એક્શન અનોખી છે

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે ગુરુવારે કેનબેરામાં પાર્લિયામેન્ટ હાઉસમાં ભારતીય ક્રિકેટ ટીમની યજમાની કરી હતી. PM અલ્બેનીઝે જસપ્રીત બુમરાહ અને વિરાટ કોહલીના પર્થ ટેસ્ટમાં મેચવિનિંગ પ્રદર્શન માટે પ્રશંસા કરી હતી. આ દરમિયાન પીએમ એન્થોનીએ ભૂતપૂર્વ કેપ્ટન કોહલીના છેલ્લા વર્ષોમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે પ્રભાવશાળી રમત વિશે પણ રસપ્રદ વાત કહી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાના ખેલાડીઓનો ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીસ સાથે પરિચય કરાવ્યો. જસપ્રીત બુમરાહના વખાણ કરવા માટે અલ્બેનીઝે થોડીવાર ઊભા રહીને કહ્યું કે તેની બોલિંગ એક્શન વિશ્વની સૌથી અનોખી છે. વિરાટ- ઓસ્ટ્રેલિયન PM વચ્ચે મજાક મસ્તી થઈ
બુમરાહને મળ્યા પછી વડાપ્રધાને વિરાટ કોહલી સાથે હાથ મિલાવ્યો અને પર્થ ટેસ્ટમાં સદી ફટકારવા બદલ અભિનંદન પાઠવ્યા. PM અલ્બેનીઝે વિરાટ કોહલીને કહ્યું, “પર્થમાં સારો સમય રહ્યો, જાણે કે અમે પહેલાથી જ બેકફૂટ પર હતા અને વધુ નુક્સાન થઈ રહ્યું હતું.” આના પર કોહલીએ હસતા જવાબ આપ્યો કે “તેમાં થોડો મસાલો ઉમેરવો હંમેશા સારું લાગે છે.” આ વાત પર કોહલી અને પીએમ અલ્બેનીઝ બંને હસવા લાગ્યા. PMએ ભારતના મસાલા પ્રત્યેના પ્રેમ સાથેના જોડાણને સમજાવ્યું. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ બુધવારે કેનબેરા પહોંચી હતી અને શનિવાર અને રવિવારે મનુકા ઓવલ ખાતે પ્રાઈમ મિનિસ્ટર-XI સાથે બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. આ પછી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી એડિલેડમાં બીજી ટેસ્ટ રમાશે. આ મેચ ડે-નાઇટ ટેસ્ટ હશે, જેમાં પિંક બોલનો ઉપયોગ કરવામાં આવશે. જુઓ ફોટોઝ… ભારત સિરીઝમાં આગળ છે
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને પર્થ ટેસ્ટમાં 295 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની આ સૌથી મોટી જીત હતી. જસપ્રીત બુમરાહે રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું અને તેને યાદગાર જીત અપાવી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, પરંતુ જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી, યશસ્વી જયસ્વાલ (161) અને વિરાટ કોહલી (100*)ની સદીના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 238 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે પાંચ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. BGT સંબંધિત આ સમાચાર પણ વાંચો… બોર્ડર-ગાવસ્કર ટ્રોફી- બ્યૂ વેબસ્ટર ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ ઓલરાઉન્ડર મિચેલ માર્શ સંપૂર્ણપણે ફિટ ન હોવાને કારણે ઓસ્ટ્રેલિયાએ તસ્માનિયાના ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટરને ટીમમાં સામેલ કર્યો છે. વેબસ્ટર સ્પિન અને મીડિયમ પેસ બોલિંગ સાથે બેટિંગ કરી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments