શક્તિ, ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશનાં 51 શકિતપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે ભક્તો દેશભરથી અને વિદેશથી દર્શન કરવા માટે આવી રહ્યા છે. તાજેતરમાં દીવાળી વેકેશનમાં ભકતો ગુજરાતમાં સૌથી વધુ દ્વારકા અને ત્યાર બાદ અંબાજી ખાતે આવ્યા હતા. પ્રવાસન સ્થળ તરીકે દેશ-વિદેશના સહેલાણીઓ માટે ટુરિઝમ સ્પોર્ટ તરીકે ગુજરાત હોટ ફેવરિટ બન્યું છે. દિવાળીના તહેવાર દરિમયાન 61 લાખથી વધુ પ્રવાસીઓએ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો પર 15 દિવસમાં 61 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યાં હતા. 13 લાખથી વધુ દેશ-વિદેશના ભાવિકોએ દ્વારકાના દર્શન કર્યા હતા. કચ્છમાં રણોત્સવ શરૂ 2023-24માં 7.42 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી. હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા પણ હોટ ફેવરિટ બન્યુ હતુ.અંબાજી,ગબ્બર અને રોપવે મા પણ 12 લાખ કરતાં વઘુ ભકતો દીવાળી વેકેશન દરમિયાન આવ્યા હતા. અંબાજી ખાતે આવનારા સમયમાં શક્તિ કોરીડોર બની રહ્યો છે જે બાદ યાત્રીકોની સંખ્યામાં હજુ પણ ભારે વધારો થશે.