back to top
Homeગુજરાતડિજિટલ અરેસ્ટના આરોપીઓનું ચાઇનીઝ ગેંગ સાથે કનેક્શન:સ્ટોક માર્કેટના એક્સપર્ટને ફસાવી 1.15 કરોડ...

ડિજિટલ અરેસ્ટના આરોપીઓનું ચાઇનીઝ ગેંગ સાથે કનેક્શન:સ્ટોક માર્કેટના એક્સપર્ટને ફસાવી 1.15 કરોડ પડાવનારા 5ની ધરપકડ, મુખ્ય આરોપી કંબોડિયામાં; 46 ડેબિટકાર્ડ અને 28 સિમકાર્ડ જપ્ત

90 વર્ષના વરિષ્ઠ નાગરિક, જે.બી.એ LLBની ડિગ્રી ધરાવે છે અને છેલ્લા 30 વર્ષથી સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા આવ્યા છે જેઓ ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા હતા. આ ગેંગે તેમની બેદરકારીનો ફાયદો ઉઠાવીને 1.15 કરોડ રૂપિયા હડપ કરી લીધા હતા. આ સમગ્ર મામલે સુરત સાયબર સેલે પાંચ લોકોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી અને વોન્ટેડ જાહેર કરાયો છે. જે છેલ્લા છ મહિનાથી કંબોડિયામાં રહે છે અને આ લોકો ચાઈનીઝ ગેંગ માટે કામ કરતા હતા. મોટાભાગે ડિજિટલ અરેસ્ટની ઘટનાથી જે પણ રકમ મેળવતા તેને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને ચાઈનીઝ ગેંગને આપતા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી 9 મોબાઇલ ફોન, 46 ડેબિટ કાર્ડ, 23 ચેકબુક, 28 સીમકાર્ડ, રૂ. 9.5 લાખ રોકડ, અને એક ફોરવ્હીલ ગાડી કબજે કરવામાં આવી. બળજબરી પૂર્વક 1 કરોડ 15 લાખ ટ્રાન્સફર કરાવ્યા
સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલ દ્વારા 90 વર્ષના સિનિયર સિટિઝન સાથે થયેલા ડિજિટલ અરેસ્ટ ફ્રોડનો ગુનો ઉકેલવામાં આવ્યો હતો. આ કિસ્સામાં આરોપીઓએ પોતાની ઓળખ CBI, ED અથવા મુંબઈ પોલીસના અધિકારીઓ તરીકે આપી ભોગ બનનારને ડિજિટલ ધરપકડમાં રાખી, ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી, બળજબરીથી રૂપિયા 1 કરોડ 15 લાખ 50 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. ઘટના શું છે?
આરોપીઓએ સિનિયર સિટિઝનને વીડિયો કોલ દ્વારા સંપર્ક કર્યો અને જણાવ્યું કે, તમે મુંબઇથી ચાઇના મોકલેલા કુરિયરમાં 400 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યાં છે. આ સાથે તેમને મની લોન્ડરીંગ કેસમાં ફસાવવાની તથા સુપ્રીમ કોર્ટના ખોટા દસ્તાવેજો અને EDના લોગોવાળી લેટર દ્વારા ધરપકડ કરવાની ધમકી આપી હતી અને 1.15 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ વૃદ્ધે સાયબર પોલીસમાં ઠગબાજો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શોધખોળ અને તપાસના પગલાં
ફરિયાદ બાદ સુરતના સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને બેન્ક ખાતાઓની વિગતોના આધારે આરોપીઓની ઓળખ કરી હતી. ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકીના કેટલાક HDFC બેંક કાપોદ્રા શાખામાં નાણાં ઉપાડવા આવેલા ત્યારે તેઓને પકડી પાડ્યા હતા. કબજે કરાયેલો મુદ્દામાલ
આરોપીઓ પાસેથી 9 મોબાઇલ ફોન, 46 ડેબિટ કાર્ડ, 23 ચેકબુક, 28 સીમકાર્ડ, રૂ. 9.5 લાખ રોકડ, અને એક ફોરવ્હીલ ગાડી કબજે લેવામાં આવી હતી. આ ઉપરાંત, બેંક ખાતાઓમાં રૂ. 16,61,802 ફ્રીઝ કરવામાં આવ્યા હતા. ફ્રોડનું મોડસ ઓપરેન્ડી
આ સાયબર ગેંગ નકલી CBI, ED કે કસ્ટમ અધિકારી બની વ્યક્તિઓને વિદેશી કુરિયરના નામે ડરાવતા હતા. તે લોકો સાથે વીડિયો કોલ કરીને ડિજિટલ ધરપકડમાં રાખી સમાધાન કરવા પૈસાની માગ કરતો. ભયના કારણે ભોગ બનનાર ગભરાઈને નાણાં ચુકવતા હતા. આ રીતે છેતરપિંડીના દેશભરના 14 રાજ્યોમાં તેમની ઉપર 28 કેસ નોંધાયા છે. કેવી રીતે થયો આ ગુનો?
ક્રાઈમ બ્રાંચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે, આરોપી ગેંગના સભ્યોએ સિનિયર સિટિઝનને તેમના પાર્સલમાં 400 ગ્રામ એમડી ડ્રગ્સ હોવાનું ખોટું જણાવ્યું હતું. આરોપીઓએ સીબીઆઇ, EDના ઓફિસર અને સુપ્રીમ કોર્ટના અધિકારી બનીને ખોટા ડોક્યુમેન્ટ્સ અને લેટર દ્વારા સિનિયર સિટિઝનને ડરાવ્યા હતા. આ દરમિયાન તેઓને ધમકી આપવામાં આવી કે જો તેઓ સહકાર ન આપે તો તેમને ડ્રગ્સના કિસ્સામાં ફસાવી દેવામાં આવશે. 15 દિવસ સુધી આ સિનિયર સિટિઝન ડિજિટલ રીતે “અરેસ્ટ” રહીને આ ગેંગના શિકાર બન્યા. ડર અને માનસિક તાણ હેઠળ તેમણે 1.15 કરોડ રૂપિયા આ ગુનેગારોના ખાલખજાનામાં જમા કરી દીધા. ચાઇનીઝ ગેંગ સાથે કનેક્શન
આ ગેંગ બહુ આયોજનપૂર્વક કામ કરતી હતી. તેઓ અલગ-અલગ લોકોના ડિજિટલ ડેટા પર નજર રાખી, તેમને ડ્રગ્સ કે અન્ય ગુનાઓમાં ફસાવવાની ધમકી આપતી. લોકોના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થયા પછી, તે પૈસા ક્રિપ્ટો કરન્સી દ્વારા વિદેશી બેન્કોમાં પહોંચાડવામાં આવતા હતા. આ ગેંગનો અન્ય સભ્ય પાર્થ ગોપાણી હાલ કંબોડિયામાં છે અને ક્રિપ્ટો કરન્સી દ્વારા પૈસા ચાઈનીઝ ગેંગ સુધી પહોંચાડે છે. સિનિયર સિટીઝનની પ્રોફાઈલ
સિનિયર સિટીઝન ખૂબ જ જાણીતા અને શિક્ષિત વ્યક્તિ છે. 90 વર્ષની ઉંમરે પણ તેઓ સ્ટોક માર્કેટમાં દિગ્દર્શક અને રોકાણકાર તરીકે જાણીતા છે, પરંતુ આ ગેંગની વિચિત્ર યુક્તિઓથી તેઓ ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત
રમેશકુમાર ચનાભાઇ કાતરીયા
ઉમેશભાઇ કરશનભાઇ જીજાળા
નરેશકુમાર હિંમતભાઇ સુરાણી
રાજેશભાઇ અરજણભાઇ દિહોરા
ગૌરાંગભાઇ હરસુખભાઇ રાખોલીયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments