back to top
Homeદુનિયાદમન:બાંગ્લાદેશમાં હિન્દુઓ ભયમાં, ઈસ્કોન પર પ્રતિબંધ લાગશે

દમન:બાંગ્લાદેશમાં હિન્દુઓ ભયમાં, ઈસ્કોન પર પ્રતિબંધ લાગશે

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર દમનનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સમ્મિલિત સનાતની જાગરણ જોતના પ્રવક્તા ચિન્મય પ્રભુની કોર્ટમાં સુનાવણી દરમિયાન ભડકેલી હિંસામાં વકીલ સૈફુલના મોત બાદ ચટગાંવમાં પોલીસે ધરપકડ અભિયાન શરૂ કર્યું છે. મોડી રાત્રે હિન્દુ બહુમતીવાળા હજારીલેન અને કોતવાલી વિસ્તારમાં 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 6 પર વકીલની હત્યા જ્યારે બાકીના લોકો પર તોડફોડ અને હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો છે. પોલીસ કાર્યવાહીથી હિન્દુ વસાહતોમાં ડરનો માહોલ છે. આ દરમિયાન, બાંગ્લાદેશ હાઈકોર્ટમાં બુધવારે ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. તેની પર સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ અસદ્દુજમાંએ કહ્યું, ‘ઈસ્કોન એક રજિસ્ટર્ડ સંસ્થા છે. સરકાર ઈસ્કોનની પ્રવૃત્તિઓ વિશે પહેલાથી તપાસ કરી રહી છે. કોઈ પણ સંસ્થા કાયદો-વ્યવસ્થા ઉલ્લંઘનની દોષી પુરવાર થાય છે તો તેને ચોક્કસપણે પ્રતિબંધિત કરવી જોઈએ.’ હાઈકોર્ટની બેન્ચે ઈસ્કોનની પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત રિપોર્ટ ગુરૂવારે રજૂ કરવાનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે, 5 ઓગસ્ટે શેખ હસીના સરકારના પતન બાદ હિન્દુઓ પર હુમલાઓ અને મંદિરોમાં તોડફોડના 200 મામલા નોંધાયા હતા. અન્ય અનેક ઘટનાઓના કેસ નોંધાયા જ નહીં. પહેલીવાર… 4 ઈસ્લામી પાર્ટીઓના 20 પ્રતિનિધિ ચીનના સત્તાવાર પ્રવાસે ગયા બાંગ્લાદેશમાં હિંસાની તાજેતરની ઘટનાઓ વચ્ચે એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. ચાર ઈસ્લામી પાર્ટીઓ જમાત-એ-ઈસ્લામી, ઈસ્લામી છાત્ર શિબિર, હિફાજત-એ-ઈસ્લામ અને ખિલાફત મજલિસના 20થી વધુ પ્રતિનિધિ બુધવારે ચીન પ્રવાસે રવાના થયા. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)એ પહેલીવાર ઈસ્લામી પાર્ટીઓને આમંત્રણ આપ્યું છે. પોલીસના દરોડામાં કટ્ટરપંથી યુવાનો પણ સામેલ, પોલીસને હિન્દુઓનાં ઘરોની માહિતી આપવામાં સક્રિય ભૂમિકા
ચટગાંવના હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં રહેતાં વિષ્ણુ (બદલેલું નામ)એ ફોન પર જણાવ્યું કે, મંગળવાર રાતથી જ પોલીસ દરોડો પાડી રહી છે. પોલીસની સાથે કટ્ટરપંથી સંગઠનોના યુવા પણ છે. આ લોકો ઘરો શોધીને પોલીસને જણાવી રહ્યા છે કે ક્યાં છાપો મારવાનો છે. વિષ્ણુનું કહેવું છે કે હસીના સરકારના પતન બાદ આ કટ્ટરપંથીઓના નિશાના પર અવામી લીગના લોકો હતા. હવે જ્યારે નવી સરકારે હસીનાની અવામી લીગને લગભગ ખતમ કરી દીધી છે, તો આ કટ્ટરપંથી હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. હથિયાર સાથે શક્તિ પ્રદર્શન… ચટગાંવની હજારીલેનમાં રહેતાં એક યુવકે જણાવ્યું કે યુવા જાહેરમાં હથિયારો સાથે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનું ટોળું ધાર્મિક નારાઓ સાથે હિન્દુઓથી બદલો લેવાની ધમકી પણ આપી રહ્યા હતા. રમખાણો વધવાની આશંકા
બાંગ્લાદેશમાં બુધવારે જમાત-એ-ઈસ્લામી અને પૂર્વ પીએમ ખાલીદા જિયાની બીએનપીની અનેક શહેરોમાં બેઠકો મળી. સૂત્રો અનુસાર, ચટગાંવ પ્રકરણને લઈને આ પાર્ટીઓએ જવાબી કાર્યવાહીની રણનીતિ બનાવી છે. તેમાં હિન્દુ બહુમતીવાળા વિસ્તારોમાં હુમલા કરવા સામેલ છે. મળતી માહિતી મુજબ, યુનુસ સરકાર પર આ સંગઠન કડક કાર્યવાહી કરવા માટે દબાણના ક્રમમાં વધુ ધરપકડોની માંગ કરશે. તેના કારણે હિંસા વધવાની આશંકા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments