ગતરોજ સુરતના સલાબતપુરા વિસ્તારમાં કિન્નરની હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં પોલીસે ફરાર હત્યારા યુવકની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. પોલીસની પૂછપરછમાં આ હત્યા પાછળનાં ચોકાવનારા ખુલાસા થયાં છે. જેમાં જાણવા મળ્યું છે કે, સંજના કુંવર અને તેનાથી 11 વર્ષ નાના કિશન જેઠવા વચ્ચે ફેસબુકની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી. બન્ને આઠેક વર્ષ સુધી તો જોડે પણ રહ્યાં હતાં, જે બાદ મતભેદ થતાં બન્ને અલગ પડ્યાં હતાં. બાદમાં સંજનાએ સાથે રહેવાની જીદ સાથે રોજના 15થી 20 વીડિયો કોલ કરતા કંટાળી કિશને છરીના 20 જેટલાં ઘા મારી સંજનાને મોતને ધાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. ફેસબુકથી કિન્નરને 11 વર્ષ નાના યુવક સાથે પ્રેમ થયો
આ અંગેની મળતી માહિતી મુજબ, સુરતના ઉમરપાડા ટેનામેન્ટમાં રહેતી 40 વર્ષીય કિન્નર સંજના કુંવર 2016માં ફેસબુકના માધ્યમથી તેનાથી 11 વર્ષ નાના કિશન જેઠવા નામનાં યુવકના સંપર્કમાં આવી હતી. જે બાદ બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને સંબંધો મિત્રતા સુધી વધી ગયાં હતાં. આ મિત્રતા આગળ જતાં પ્રેમ સંબંધમાં પરિણમી હતી. જે બાદ સમાજના કોઈપણ જાતના ડર વગર સંજના કુંવર અને કિશન જેઠવાએ સાથે રહેવાનો નિર્ણય કરી લગ્ન કરાર કરી સાથે રહેવા લાગ્યાં હતાં. સંજના કિશનને રોજ 15થી 20 વીડિયો કોલ કરતી
આઠેક વર્ષ સાથે રહ્યાં બાદ અવારનવાર બન્ને વચ્ચે ઝઘડાઓ શરૂ થયાં હતાં અને બન્ને વચ્ચેના મતભેદો ચરમસીમાએ પહોંચ્યાં હતાં. રોજની ખટપટથી કંટાળી કિશન પોતાની માતા પાસે રહેવા જતો રહ્યો હતો. સંજના તેને પાછા બોલાવવા માટે કાયમ પ્રયત્ન કરતી હતી અને દરરોજના 15થી 20 જેટલા વીડિયો કોલ કરતી હતી. ઘણીવાર તો સંજના કિશનના ઘરે પણ પહોંચી જતી હતી. સંજનાને સાથે રહેવાં બોલાવી રહેચી નાખી
આશરે પાંચેક મહિના અલગ રહ્યાં બાદ સંજના સાથે રહેવાની જીદ કરતાં કિશને તેને ઘરે રહેવા માટે બોલાવી હતી. ત્રણ દિવસથી બન્ને સાથે જ રહી રહ્યાં હતાં. સંજનાની ધમકીથી કિશન એટલો કંટાળ્યો કે, આ સંબંધનું સમાધાન કરવાના બદલે હિંસાત્મક અંત લાવવાનું વિચાર્યું હતું. જેમાં સંજનાને આડેધડ છરીના 20થી વધુ ધા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. વધુ કારણો જાણવા પોલીસની તપાસ શરૂઃ DCP
આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપી કિશનની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ કિશન છેલ્લા ઘણા વર્ષોથી સંજના સાથે સંપર્કમાં હતો. જ્યારે કિશન આ સંબંધમાંથી બહાર નીકળવા માગતો હતો, ત્યારે સંજના તેને છોડવા તૈયાર ન હતી. કિશનએ પોલીસને જાણ કરી છે કે, સંજના તેની પર દબાણ કરતી હતી અને પોતાને તેની સાથે રહેવા મજબૂર કરતી હતી. હાલમાં પોલીસ એ તપાસ કરી રહી છે કે, બંને વચ્ચેના આ ઘાતકી સંબંધ પાછળ શું વધુ કારણો હતા. પ્રેમનું કરુણ ચિત્ર
ઉલ્લેખનીય છે કે, જ્યાં પ્રેમ અને સંબંધમાં મર્યાદાઓનું ધ્યાન ન રાખવામાં આવે, ત્યારે આ પ્રકારના કરુણ પરિણામો આવી શકે છે. ફેસબુકથી શરૂ થયેલો આ સંબંધ આજે કિન્નર સંજના કુંવરના જીવનના અંત સાથે પૂર્ણ થયો છે.