back to top
Homeગુજરાતવાહન છોડાવવા રોકડા અને સમય લઈને જજો:રાત્રે વાહનો ડિટેઇન ને સવારે છોડાવવા...

વાહન છોડાવવા રોકડા અને સમય લઈને જજો:રાત્રે વાહનો ડિટેઇન ને સવારે છોડાવવા લાઈન, ONLINE નહીં માત્ર CASH એક્સેપ્ટેબલ; કલાકો બાદ નંબર, છતાં 30 મિનિટ તો રાહ જોવી પડશે

અમદાવાદમાં વધતી ગુનાખોરીને લઈને પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા વાહન ચેકિંગ, હિસ્ટ્રીશીટરોને તપાસવામાં આવે છે. વાહન ચેકિંગ દરમિયાન લાઇસન્સ, આરસી બુક સહિતના ડોક્યુમેન્ટ ન હોવાના કારણે સીધા વાહનો જમા લઈ લેવામાં આવી રહ્યા છે. જે વાહનો છોડાવવા માટે છેલ્લા બે દિવસથી વહેલી સવારથી લોકો વાહનો છોડાવવા માટે RTO કચેરી ખાતે આવી રહ્યા છે. જો તમારા વાહનો પણ જપ્ત થયા હોય તો ઓરીજનલ ડોક્યુમેન્ટ રોકડા પૈસા લઈને જજો, ઓનલાઇન ટ્રાન્જેક્શનની વ્યવસ્થા નથી અને હા સમય પણ કાઢવો પડશે. ઓનલાઇન પૈસા ભરી શકાતા નથી
શહેર પોલીસ દ્વારા રાત્રિ વાહન ચેકિંગ દરમિયાન પોલીસ સ્ટેશનમાં જમા થયેલા વાહનો છોડાવવા માટે લોકો RTO ઓફિસ ખાતે આવી રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરે RTO ઓફિસ ખાતે રિયાલિટી ચેક કર્યું તો જોવા મળ્યું કે, લોકોના વાહનો જમા થયા છે તેમને જ્યારે વાહન માલિક કે પોતાનું ઓરીજનલ લાઇસન્સ અને આરસી બુક સહિતના ડોક્યુમેન્ટ અને ઝેરોક્ષ લઈને RTO ઓફિસ ખાતે આવવું પડે છે. કેટલાક લોકો માત્ર ઝેરોક્ષ કોપી લઈને આવ્યા હતા, તો તેઓને પાછા ઓરીજનલ ડોક્યુમેન્ટ લેવા માટે પરત જવું પડ્યું હતું. RTO ખાતે 2500થી લઈને 5 હજાર સુધીનો દંડ લોકોને આપવામાં આવી રહ્યો છે. તેમાં માત્ર રોકડ રકમમાં જ પૈસા ભરવા પડે છે ઓનલાઇન પૈસા ભરી શકાતા નથી. જેના કારણે પણ લોકોને પૈસા લેવા માટે એટીએમમાં જવું પડ્યું હતું. દંડ ભરવામાં 15 મિનિટ જેટલો સમય લાગે છે
RTO ઓફિસ ખાતે જે વ્યક્તિ પોતાનું વાહન છોડાવવા માટે આવ્યો હતો તેને RTO ઓફિસમાં પહોંચ્યા પછી પણ 30 મિનિટ જેટલો સમય પોતાનું વાહન છોડાવવા માટે લાગ્યો હતો. બેથી ત્રણ કલાક ઊભા રહ્યા બાદ તેને 15થી 20 મિનિટમાં દંડની રકમ ભરી બહાર આવતા લાગી હતી. જે વ્યક્તિના વાહન જમા કરવામાં આવ્યા હતા તેમને પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવેલા મેમો અને લાયસન્સ સહિતના ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈને RTO ઓફિસ ખાતે આવવાનું રહે છે. ઓરીજનલ લાઇસન્સ અને આરસી બુક સહિત તેની ઝેરોક્ષ લઈને આવેલા વ્યક્તિને RTOના કર્મચારી દ્વારા ફોર્મ ભરાવવામાં આવે છે. જે ફોર્મ ભરવામાં પાંચેક મિનિટ જેટલો સમય લાગે છે. વાહન છોડાવવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા
ફોર્મ લીધા બાદ તે ફોર્મને RTO ઓફિસર પાસે વેરિફિકેશન માટે મોકલવામાં આવે છે. જેમાં ઓનલાઇન એન્ટ્રી કર્યા બાદ તેને વેરિફિકેશન માટે ઇન્સ્પેક્ટર પાસે મોકલી આપે છે. જે ઇન્સ્પેક્ટર પોતાના સિસ્ટમમાં તેને ચેક કર્યા બાદ જે વ્યક્તિનો મેમો હોય તેને મોકલવામાં આવે છે અને માત્ર રોકડ રકમમાં જ દંડ વસુલવામાં આવે છે. આ આખી પ્રોસેસ કરતા અંદાજિત 15 મિનિટ જેટલો સમય જતો રહે છે. ઇન્સ્પેક્ટર દ્વારા વેરિફિકેશન કરી અને વાહન પરત આપવામાં આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે. સુભાષ બ્રિજ RTO ઓફિસ ખાતે છેલ્લા બે દિવસથી રોજ 400થી 500 લોકો પોતાના વાહનો છોડાવવા માટે RTOનો મેમો લઈને આવી રહ્યા છે. સવારે નવ વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા રહ્યા છે. RTO દ્વારા તમામ લોકોને ટોકન આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તો પણ લોકોને લાઈનમાં ઉભા રાખવામાં આવે છે. વાહનો છોડાવવા આવતા લોકોને પગલે રાત્રે 8:00 વાગ્યા સુધી RTO કચેરી ખુલ્લી રાખવામાં આવી રહી છે. ‘છેલ્લા ત્રણ દિવસથી હું લાઈનમાં ધક્કા ખાઉં છું’
ચિરાગભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, મને રાત્રે 8:30 વાગ્યાની આસપાસ બાગબાન સર્કલ પાસે રોક્યો હતો અને મારી પાસે આરસીબુક અને લાયસન્સ માંગ્યું હતું. આરસી બુક સાથે નહોતી જેના કારણે તરત જ મેમો આપી દેવામાં આવ્યો હતો અને વાહન જમા લઈ લીધું હતું. ત્યારબાદ RTOથી દંડ ભરીને વાહન છોડાવી જવા માટે કહ્યું હતું. છેલ્લા ત્રણ દિવસથી હું લાઈનમાં ધક્કા ખાઉં છું. લાઈન એટલી મોટી હોય છે કે જોઈને પાછો જતો રહું છું અને આજે ફરી લાઈનમાં દંડ ભરવા માટે ઉભો છું. હું શેલ્બી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરું છું, મારે નોકરી હોવા છતાં પણ અહીંયા આવવું પડ્યું છે. મોટાભાગના સ્ટાફને RTOના મેમો માટે મૂકવામાં આવ્યા
RTO અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી પોલીસ દ્વારા આપવામાં આવેલા RTOના મેમો ભરવા માટે 500થી વધુ લોકો આવી રહ્યા છે. જેના માટે અલગ અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. બે કર્મચારી ફોર્મ ભરવામાં, બે એન્ટ્રી માટે અને બે ઇન્સ્પેક્ટર વેરિફિકેશન કરી અને બે કર્મચારી કાઉન્ટર પર લોકો મૂકવામાં આવ્યા છે. મોટાભાગના સ્ટાફને RTOના મેમો માટે મૂકવામાં આવ્યા છે. જેના કારણે અન્ય કામગીરી પર થોડી અસર થઈ છે. જ્યાં સુધી છેલ્લો અરજદાર દંડ ભરવા આવે ત્યાં સુધી કચેરી ખુલ્લી રાખવામાં આવી છે. સામાન્ય રીતે કેસ કાઉન્ટર ચાર વાગ્યા પછી બંધ થઈ જાય છે છતાં પણ સ્પેશિયલ મંજૂરી લઈ અને કેશ કાઉન્ટર સાંજે 6:30 સુધી ચાલુ રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments