શત્રુઘ્ન સિંહા હાલમાં જ પત્ની પૂનમ, પુત્રી સોનાક્ષી અને જમાઈ ઝહીર ઈકબાલ સાથે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા. શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે તેમની સાસુ તેમને પસંદ નથી કરતી અને તેમણે અભિનેતાને રિજેક્ટ કરી દીધો હતો. વાસ્તવમાં અર્ચના પુરણ સિંહે પૂનમ સિંહાને પૂછ્યું હતું કે તેમણે પહેલા પ્રપોઝ કર્યું હતું કે શત્રુઘ્નને. આનો જવાબ આપતા શત્રુઘ્નએ કહ્યું કે પૂનમે તેમને લગ્ન માટે પ્રપોઝ કરવાનું કહ્યું હતું. ત્યારબાદ પૂનમે જણાવ્યું કે શત્રુઘ્નના મોટા ભાઈ તેમના ઘરે લગ્નની વાત કરવા આવ્યા હતા, પરંતુ તેમની માતાએ આ લગ્નને મંજૂરી આપી ન હતી અને સીધું જ કહ્યું હતું કે તેમની પુત્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કોઈની સાથે લગ્ન નહીં કરે. આ દરમિયાન શત્રુઘ્ન સિંહાએ ખુલાસો કર્યો, ‘જ્યારે મારો ભાઈ તેના (પૂનમ સિંહા) ઘરે ગયો ત્યારે મારી સાસુએ તેમને કહ્યું, શું તેં તારા ભાઈને જોયો છે? આ બિહારી શેરીનો ગુંડો છે અને અમારી દીકરી દૂધે ધોયેલી, ફેર અને મિસ ઈન્ડિયા છે. જો આપણે બંનેને એકસાથે ઊભા રાખીએ અને કલર ફોટો લઈએ તો તે બ્લેક એન્ડ વ્હાઇટ દેખાશે. શત્રુઘ્ન અને પૂનમના લગ્ન 1980માં થયા હતા.
શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાની પહેલી મુલાકાત પટનાથી મુંબઈ જતી ટ્રેનમાં થઈ હતી. બંનેએ થોડો સમય એકબીજાને ડેટ કર્યા અને પછી 9 જુલાઈ 1980ના રોજ લગ્ન કરી લીધા. સોનાક્ષી-ઝહીરના લગ્ન 23 જૂનના રોજ થયા હતા
શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાની દીકરી અને અભિનેત્રી સોનાક્ષીએ 3 જૂને ઝહીર ઈકબાલ સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ પછી, તેણે 23 જૂનની રાત્રે મુંબઈના બાસ્ટન રેસ્ટોરામાં મેરેજનું રિસેપ્શન આપ્યું હતું જેમાં સલમાન ખાન, રેખા, કાજોલ સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.