શિયાળાની શરૂઆતની સાથે જ લીલા શાકભાજી અને લસણના ભાવમાં ઘટાડો જોવા મળે છે. પરંતુ હાલમાં પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં લીલા શાકભાજી અને લસણના ભાવમાં ભારે ઉછાળો આવતા ગૃહિણીઓના બજેટ ઉપર ભારે અસર જોવા મળી રહી છે. જેમાં ગોધરા શહેરના બજારમાં લસણ 400થી 500 રૂપિયા કિલો મળી રહ્યા છે. જેના કારણે રસોઈમાં લસણનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો છે. જ્યારે ઉંધિયાની સીઝનમાં મેથી, વટાણા, તુવેર, ગાજરના ભાવમાં 80થી 100 રૂપિયાનો પ્રતિ કિલો વેચાણ થઈ રહ્યા છે. જેથી લસણ અને લીલા શાકભાજીમાં ભાવ વધારો જોવા મળતા સામાન્ય માણસની સ્થિતિ કફોડી બની છે. હાલમાં દિવસ અને દિવસે મોંઘવારી માઝા મૂકી રહી છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોને પોતાનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે. તેમાય ખાસ કરીને શિયાળાની શરૂઆતની સાથે લીલા શાકભાજી અને લસણમાં ઘટાડો જોવા મળતો હોય છે. પરંતુ હાલમાં લીલા શાકભાજી અને લસણમાં ભાવમાં વધારો જોવા મળતા સામાન્ય વર્ગના લોકો અને ગૃહિણીઓને બજેટ ઉપર ભારે અસર જોવા મળી રહી છે. જેમાં લસણ 400થી 500 રૂપિયા કિલો મળી રહ્યું છે. જેના કારણે ગૃહણીઓને રસોઈમાં લસણનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો છે.બીજી બાજુ શિયાળાની શરૂઆત થતા ઉધિયા ની સીઝનમાં મેથી વટાણા તુવેર ગાજર જેવા ભાવમાં 80 થી 100 રૂપિયા પ્રતિ કિલોએ વેચાણ થઈ રહ્યા છે. જેના કારણે લીલા શાકભાજીમાં ભાવ વધારો જોવા મળતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ભરણ પોષણ કરવું ભારે પડી રહ્યું છે.