આજે એટલે કે 28મી નવેમ્બરે સેન્સેક્સ 40 પોઈન્ટના વધારા સાથે 80,281ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 10 પોઈન્ટ ઉછળીને 24,270ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં તેજી છે અને 13માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 27માં તેજીછે અને 23 ઘટી રહ્યા છે. એનએસઈના આઈટી અને ઓટો સેક્ટરમાં વેચવાલી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં ઘટાડો સુરક્ષા ડાયગ્નોસ્ટિકનો આઈપીઓ આવતીકાલે ખુલશે સુરક્ષા ડાયગ્નોસ્ટિક લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) આવતીકાલે એટલે કે 29મી નવેમ્બરે ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 3 ડિસેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 6 ડિસેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી અગાઉ ગઈકાલે એટલે કે 27મી નવેમ્બરે સેન્સેક્સ 230 પોઈન્ટ વધીને 80,234 પર બંધ થયો હતો. તેમજ, નિફ્ટીમાં 80 પોઈન્ટનો વધારો થયો હતો, તે 24,274 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16માં ઉછાળો અને 14માં ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો, આઈટી અને એનર્જી શેરોમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસ નિફ્ટીમાં ટોપ ગેઇનર હતો.