સેલવાસના દુધની રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. અકસ્માતની આ ઘટનામાં કારમાં સવાર સુરતના પાંચ પૈકી ચાર મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ચાર-પાંચ ગુલાંટ મારીને કાર ઘાટમાં ઉતરી ગઇ
આ ગંભીર અકસ્માતની મળતી મળતી માહિતી મુજબ સુરતના પાંચ મિત્રો કાર નં(GJ-05-JP-6705)લઇને સેલવાસ ફરવા માટે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે ખાનવેલ-દુધની રોડ પર ઉપલા મેઢા ગામ પાસે ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પથ્થર સાથે ટકરાઇને ચાર-પાંચ ગુલાંટ મારીને ઘાટમાં ઉતરી ગઇ હતી. મૃતદેહોને પતરાં ચીરીને બહાર કઢાયા
ચાર-પાંચ ગુલાંટ મારીને કાર ઘાટમાં ઉતરી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં કારમાં સવાર પાંચ પૈકી ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં ફસાયેલા મૃતદેહોને પતરાં ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આગળની તપાસ હાથ ધરી
આ ગંભીર અકસ્માતની જાણ થતા સેલવાસ પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે હાલ ચારેય મૃતદેહોને પી.એમ. અર્થે અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ આજે સવારે આણંદમાં પણ ગંભીર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર આજરોજ (28 નવેમ્બર) સવારના સમયે ટ્રક-લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રાજકોટથી સુરત તરફ જતી લક્ઝરી બસ નંબર (MP 45-ZF-7295) સવારના સમયે આણંદ જિલ્લાના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર વડદલા પાટિયા નજીકથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન આ લકઝરી બસના ચાલકે આગળ જતી ટ્રક નંબર (GJ-04-X- 6246)ને ઓવરટેક કરવા જતાં લકઝરી બસ આ ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં લકઝરી બસમાં સવાર 3 મુસાફરોના ગંભીર ઈજાઓ પહોંચવાથી સ્થળ પર જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 15થી વધુ મુસાફરોને શરીરે વત્તા ઓછા પ્રમાણમા ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, લક્ઝરી બસનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…