back to top
Homeબિઝનેસઆઈબીએએફ રિપોર્ટ:ભારતમાં વર્ષ 2023માં સોનાની માગ ઉત્પાદન કરતાં 50 ગણી વધારે નોંધાઈ

આઈબીએએફ રિપોર્ટ:ભારતમાં વર્ષ 2023માં સોનાની માગ ઉત્પાદન કરતાં 50 ગણી વધારે નોંધાઈ

ભારતમાં સોનાનાં ઘરેણાં અને લગડીનો ક્રેઝ જે ઝડપે વધી રહ્યો છે તે ઇન્ડિયા બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન (આઈબીઈએફ)ના રિપોર્ટ પરથી સમજી શકાય છે. તે દર્શાવે છે કે નાણાવર્ષ 2022-23માં દેશમાં 15.1 ટન સોનાનું ઉત્પાદન થયું હતું, જ્યારે તે જ સમયગાળા દરમિયાન તેની માગ 747 ટન એટલે કે ઉત્પાદન કરતાં 50 ગણી વધુ રહી હતી. જ્યારે ચીનમાં સોનાની માગ 909 ટન રહી હતી, જે તેના કુલ ઉત્પાદન કરતાં માત્ર અઢી ગણી વધારે છે.
મોટી વાત એ છે કે ભારતની 140 કરોડ વસ્તીને ધ્યાનમાં લેતાં માથાદીઠ સોનાની માગ માત્ર 0.52 ગ્રામ રહી હતી. ગોલ્ડ બુલિયન કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રિક કાંડાએ જણાવ્યું હતું કે વિશ્વમાં સોનાના ખનન માટે આ ખૂબ જ સારો સમય છે. અન્ય ધાતુઓની તુલનામાં સોનાનું ખનન પર્યાવરણીય ધોરણોને વધુ અનુરૂપ છે. આપણી પાસે 8મો સૌથી મોટો સોનાનો સ્ટોક છે…
સોનાના સ્ટોકની બાબતમાં ભારત વિશ્વમાં 8મા ક્રમે છે. 30 સપ્ટેમ્બર સુધીમાં આરબીઆઈ પાસે 840.76 ટન સોનું હતું. અમેરિકા પાસે 8,133 ટન છે. જર્મનીમાં 3,351 ટન, ઈટાલીમાં 2,451 ટન, ફ્રાન્સમાં 2,436 ટન સોનું છે. સોનામાં રેકોર્ડ તેજી આવવાનું અનુમાન… ગોલ્ડમૅન સૅક્સના જણાવ્યા અનુસાર સોનાની કિંમત ટૂંક સમયમાં પ્રતિ ઔંસ 3 હજાર ડૉલર સુધી પહોંચી શકે છે. હાલમાં તે 2,636 ડૉલર પ્રતિ ઔંસ છે. યુરોપિયન દેશોએ સોનાના સ્ટોકમાં વધારો કર્યો
પૂર્વ યુરોપની સેન્ટ્રલ બેન્કો ઝડપથી તેમના સોનાના સ્ટોકમાં વધારો કરી રહી છે. તેનું મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખ બન્યા બાદ વિશ્વ અર્થતંત્રમાં મોટી અસ્થિરતા આવવાની શક્યતા છે. બજારોમાં સંભવિત ઘટાડાથી પોતાને બચાવવા માટે કેન્દ્રીય બેન્કો સોનું ખરીદી રહી છે. યુક્રેન સાથે સરહદ ધરાવતાં પોલેન્ડે સપ્ટેમ્બર સુધીમાં તેના સોનાનો સ્ટોક વધારીને 420 ટન કરી લીધો હતો, જે ભારત કરતા લગભગ અડધો છે. આ વર્ષે, હંગેરીની સેન્ટ્રલ બેન્કે તેના સોનાનો સ્ટોક 10% વધારીને 110 ટન અને સર્બિયાએ 48 ટન કર્યો છે. ચેક નેશનલ બેન્કે આગામી 3 વર્ષમાં 100 મેટ્રિક ટન સોનું ખરીદવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. 2022ની સરખામણીમાં આ ત્રણ ગણું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments