સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારમાં સાર્વત્રિક સુધારો જોવા મળ્યો છે. શેરબજારમાં એફએન્ડઓ સેટલમેન્ટ, એફઆઈઆઈ વેચવાલીના લીધે નોંધાયેલા કડાકા બાદ માર્કેટ સુધર્યા છે. ફંડો,હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ફરી સક્રિય બની જવા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીના મંડાણ થતાં જોવાયા હતા. જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. રોકાણકારોની મૂડીમાં આજે 3 લાખ કરોડ વધી છે. શેરબજારમાં સાર્વત્રિક સુધારો જોવા મળ્યો છે. જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.સેન્સેક્સ 105 પોઈન્ટના ઘટાળા સાથે 80004 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 56 પોઈન્ટના ઘટાળા સાથે 24217 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 47 પોઈન્ટના ઉછાળા સાથે 52218 પોઈન્ટના સ્તરે બંધ થયો. અમેરિકાનો વિકાસદર ધાર્યા કરતાં વધુ ઝડપી રહ્યો છે, પરંતુ યુરોપની માળખાકીય નિર્બળતા અને ચીનનાં અર્થતંત્રમાં મંદ ગતિ આવી છે તો ત્રીજી તરફ યુક્રેન અને ગાઝા યુદ્ધે વૈશ્વિક પરિસ્થિતિ અશાંત કરી છે. આની વૈશ્વિક અર્થતંત્ર ઉપર પણ અસર થઈ રહી છે, જેના ભાગરૂપે ભારતીય અર્થતંત્ર ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે. આમ છતાં ભારતીય અર્થતંત્ર સ્થિતિ સ્થાપક રહ્યું છે, અને ચોમાસા દરમિયાન તેના વિકાસદરમાં થયેલી પીછેહઠ હવે દૂર થઈ છે. ઓક્ટોબરથી તેમાં સ્થિર રૂપે પ્રગતિ થઈ રહી છે. ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (એફએમસીજી)નું વેચાણ શહેરોમાં તથા ગામડાંઓમાં પણ વધ્યુ છે. ટ્રેક્ટરનું વેચાણ વધ્યું છે તેમજ ટુ-વ્હીલર્સનું પણ વેચાણ વધ્યું છે. આથી મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટર બંને ખુશ-ખુશાલ છે. પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ ટ્રેન્ડઝ પણ પોઝિટિવ રહ્યા છે. આપણું અર્થતંત્ર મજબૂત તો છે જ છતાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટોરેન્ટ ફાર્મા, લાર્સેન, ટીસીએસ, ઈન્ડીગો, સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગ્રાસીમ, એસીસી, લ્યુપીન, ઈન્ફોસીસ, વોલ્ટાસ, ભારતી ઐરટેલ, સિપ્લા, મહાનગર ગેસ, જીન્દાલ સ્ટીલ, ટાટા મોટર્સ, ગ્લેનમાર્ક ફાર્મા, અદાણી પોર્ટસ, બાટા ઇન્ડિયા, રિલાયન્સ, ટાટા કેમિકલ્સ, એક્સીસ બેન્ક, વિપ્રો જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી, ઓબેરોઈ રીયાલીટી, એચડીએફસી બેન્ક, હવેલ્લ્સ, ટેક મહિન્દ્રા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, એયુ બેન્ક, એસબીઆઈ કાર્ડ્સ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4050 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1606 અને વધનારની સંખ્યા 2347 રહી હતી, 97 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 207 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 373 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24304 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24088 પોઇન્ટના પ્રથમ અને 24008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24373 પોઇન્ટથી 24404 પોઇન્ટ, 24474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52364 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52008 પોઇન્ટના પ્રથમ અને 51808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52474 પોઇન્ટથી 52530 પોઇન્ટ, 52606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 52606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ટેક મહિન્દ્રા ( 1721 ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1690 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1676 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1737 થી રૂ.1744 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1750 ઉપર તેજી તરફી ધ્યાન…!!
ગ્લેનમાર્ક ફાર્મા ( 1533 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1487 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1474 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1553 થી રૂ.1560 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. લ્યુપીન લીમીટેડ ( 2063 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.2108 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2044 થી રૂ.2018 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2130 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. કોટક મહિન્દ્રા બેન્ક ( 1772 ) :- રૂ.1808 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1818 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1747 થી રૂ.1733 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1830 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, શેરબજાર રેટ કટનું નબળુ વલણ,અમેરાકના ઈકોનોમિક ગ્રોથ અને ફુગાવાની ચિંતાઓના વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. વિદેશી રોકાણકારો પણ સતત વેચવાલ રહ્યા છે. જેથી માર્કેટમાં ટૂંકાગાળાની વોલેટિલિટી જોવા મળી શકે છે. રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની બેઠક ડિસેમ્બરમાં 4થી 6 દરમિયાનમળી રહી છે. શેરબજાર રેટ કટનું નબળુ વલણ, અમેરાકના ઈકોનોમિક ગ્રોથ અને ફુગાવાની ચિંતાઓના વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે. વિદેશી રોકાણકારો પણ સતત વેચવાલ રહ્યા છે. જેથી માર્કેટમાં ટૂંકાગાળાની વોલેટિલિટી જોવા મળી શકે છે.
ભારતીય શેર બજારો માટે પાછલું સપ્તાહ ભારે ઉથલપાથલનું નીવડયું છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને યુક્રેને રશીયા પર અમેરિકી મિસાઈલોથી કરેલા હુમલાએ રશીયાની ન્યુક્લિયર યુદ્વની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ અદાણી પ્રકરણને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું.અનિવાર્ય કરેકશનનો દોર હાલ તુરત પૂરો થયો ગણી શકાય.હવે કોઈપણ અનિચ્છનીય જીઓપોલિટીકલ પરિબળો સિવાય અહીંથી બજાર તેજીના ફૂંફાળા બતાવી કોન્સોલિડેશનના તબક્કામાં ટ્રેડ થતું જોવાશે. સિલેક્ટિવ શેરોમાં તેજી જોવાશે, છતાં ફંડામેન્ટલ અને ઓવર વેલ્યુએશનના ફેકટરને ધ્યાનમાં રાખીને નબળા શેરોમાં ખરીદીથી દૂર રહેવું. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.