back to top
Homeસ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં, આજે નિર્ણય થશે:દુબઈમાં ICC બોર્ડની મિટિંગ...

ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં, આજે નિર્ણય થશે:દુબઈમાં ICC બોર્ડની મિટિંગ ચાલુ, ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો

આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તે અંગેનો નિર્ણય આજે લેવામાં આવી શકે છે. આ માટે દુબઈમાં ICCના બોર્ડના તમામ સભ્યો સાથે બેઠક ચાલી રહી છે. પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીની તક મળ્યા બાદ ભારતે સુરક્ષાના કારણોસર ત્યાં જવાની ના પાડી દીધી હતી. ત્યારે એવું માનવામાં આવતું હતું કે એશિયા કપની જેમ ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ પણ હાઇબ્રિડ મોડલ પર યોજાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ અગાઉ તમામ ભારતીય મેચ લાહોરમાં યોજવાનો અને મેચ બાદ ખેલાડીઓને ભારત મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે ભારતે આ સ્વીકાર્યું ન હતું, ત્યારે (PCB) એ પણ હાઇબ્રિડ મોડલ માટે ઇનકાર કર્યો હતો. ICC મિટિંગમાં હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂકી શકે છે, જો PCB તેને સ્વીકારે નહીં તો તે હોસ્ટિંગ રાઇટ્સ ગુમાવી શકે છે. પાકિસ્તાનમાં જઈને રમવા માટે ભારત પર દબાણ લાવવાની શક્યતા ઓછી છે. 2008માં મુંબઈ હુમલા બાદ ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ નથી. જો PCB સહમત ન થાય તો ભારત ટુર્નામેન્ટ યોજવા માટે તૈયાર
ભારત સરકારે BCCIને ત્યાં સુધી કહી દીધું છે કે જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાનો ઇનકાર કરશે તો ભારત તેની યજમાની કરશે. જો ICC ભારતને હોસ્ટિંગ રાઇટ્સ સોંપશે તો તેને સરકાર તરફથી સંપૂર્ણ સમર્થન મળશે. એટલું જ નહીં, ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ભારત આવનારી ટીમના ખેલાડીઓને વિઝા મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. PCB ક્યારેય હાઇબ્રિડ મોડલ માટે સંમત થશે નહીં
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું કે તેઓ ક્યારેય પણ હાઇબ્રિડ મોડલમાં ટુર્નામેન્ટ યોજવાનું સ્વીકારશે નહીં. ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેનું વલણ ઘણું સ્પષ્ટ છે. પાકિસ્તાન ક્રિકેટ માટે જે પણ શ્રેષ્ઠ હશે, અમે તે કરીશું. અમે ભારતમાં રમવા જઈએ અને તેઓ અહીં ન રમે તે સંપૂર્ણ રીતે યોગ્ય નથી. જ્યાં સુધી ભારત તેની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી પાકિસ્તાનની ટીમ પણ ભારતનો પ્રવાસ નહીં કરે. અમે ICCને કહ્યું છે કે જે પણ નિર્ણય હોય તે સમાનતાના આધાર પર હોવો જોઈએ. નકવીએ કહ્યું, મને આશા છે કે જય શાહ ICC વિશે વિચારશે
નકવીએ ગયા ગુરુવારે કહ્યું હતું કે, જય શાહ ડિસેમ્બરમાં ચાર્જ સંભાળવા જઈ રહ્યા છે. મને આશા છે કે ICCમાં પહોંચ્યા પછી તેઓ ICC વિશે વિચારશે. જ્યારે કોઈપણ વ્યક્તિ આવા પદ પર પહોંચે ત્યારે તેમણે સમિતિના કલ્યાણનો જ વિચાર કરવો જોઈએ. પાકિસ્તાને સ્ટેડિયમનું રિનોવેશન કર્યું
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સતત તૈયારી કરી રહ્યું છે. PCBએ ત્રણેય સ્ટેડિયમનું કામ લગભગ પૂર્ણ કરી લીધું છે. તેઓએ લાહોર, કરાચી અને રાવલપિંડી સ્ટેડિયમના રિનોવેશન પર 12.5 અબજ પાકિસ્તાની રૂપિયા ખર્ચ્યા છે. આ દરમિયાન ભારત સરકારે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. BCCIએ ICCને કહ્યું હતું કે ટીમ પાકિસ્તાનમાં ટુર્નામેન્ટ નહીં રમે. જો પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે સહમત ન થાય તો ટુર્નામેન્ટ બીજા દેશમાં શિફ્ટ થઈ શકે છે. શું છે સમગ્ર મામલો?
પાકિસ્તાનને આવતા વર્ષે રમાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર મળ્યા છે. સુરક્ષાના કારણોસર BCCIએ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો છે. BCCI ભારતની મેચ તટસ્થ સ્થળો પર યોજવા માગે છે. પરંતુ PCBએ હાઇબ્રિડ મોડલનો ઇનકાર કર્યો છે ICCએ BCCIને ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન ન મોકલવાનું કારણ જણાવવા કહ્યું
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન ન મોકલવા પર BCCI પાસેથી લેખિત જવાબ માગ્યો હતો. ANIએ પાકિસ્તાની ચેનલ જિયો ન્યૂઝના અહેવાલને ટાંકીને લખ્યું, PCBએ ICC પાસેથી ભારતના જવાબની લેખિત નકલ માગી છે. PCBએ ICCને લખ્યો પત્ર- પાકિસ્તાન ભારત કેમ ન આવી શકે?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન ન જવા અંગે ICC પાસેથી જવાબ માગ્યો હતો. ક્રિકબઝના અહેવાલ મુજબ, PCBના પ્રવક્તાએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં સુરક્ષાની કોઈ સમસ્યા નથી. તેથી જ ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમે અહીં મુલાકાત લીધી હતી. જ્યારે આ ટીમ આવી શકે છે તો ટીમ ઈન્ડિયા કેમ નહીં? એશિયા કપમાં ભારત પાકિસ્તાન ન ગયું, હાઇબ્રિડ મોડલ અપનાવ્યું
એશિયા કપ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રમાયો હતો. પાકિસ્તાનને તેની યજમાનીની તક મળી હતી, પરંતુ ભારતે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. આ પછી, ACCએ આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજી. ભારતની તમામ મેચ શ્રીલંકામાં રમાઈ હતી અને બાકીની ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાઈ હતી. પાકિસ્તાને તેની મેચ ભારત સામે શ્રીલંકામાં રમી હતી. પાકિસ્તાનની ટીમ વન-ડે વર્લ્ડ કપ માટે ભારત આવી હતી
પાકિસ્તાનની ટીમ ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી. ત્યારે 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 19 રનમાં 2 વિકેટ લીધી હતી. મુંબઈમાં આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન જતું જ નથી
ભારતીય ટીમે 2007-08થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. 2008માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડી દીધી હતી. ત્યારથી બંને ટીમ માત્ર ICC અને ACC ટુર્નામેન્ટમાં જ રમે છે. 2013થી, બંને ટીમ તટસ્થ સ્થળો પર 13 ODI અને 8 T20 મેચ રમી છે. 2009 દરમિયાન પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો પણ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments