અર્જુન કપૂરે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બહેનો જાન્હવી અને ખુશી કપૂર સાથેના તેના બોન્ડિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું છે કે જ્હાન્વી તેના ખરાબ સમયમાં પણ તેની સાથે રહી હતી. અર્જુને એ પણ કહ્યું કે એવા દિવસો પણ આવ્યા છે જ્યારે બંને બહેનોએ તેનો હાથ પકડીને તેને સૌથી મુશ્કેલ સમયમાંથી બહાર કાઢ્યો હતો. ગલાટા ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં અર્જુને કહ્યું- બંને ખરેખર મારી પાછળ ઉભી હતી. એવું લાગતું હશે કે હું ભાઈ છું એટલે તેમની બધી વસ્તુઓની સંભાળ હું રાખું છું. પરંતુ આવું હંમેશા થતું નથી. એવી ક્ષણો આવે છે જ્યારે તમે પણ મુશ્કેલ સમયમાંથી પસાર થતા હોવ છો. જ્હાન્વીને મારી આ બાબતની જાણ થઈ. અર્જુને કહ્યું- હું બંને બહેનોને ખૂબ જ પ્રેમ કરું છું
અર્જુને આગળ કહ્યું- મારા જીવનમાં જ્હાન્વી અને ખુશી હોય તે મારા માટે સારું છે. હું બંને બહેનોને ખૂબ જ પ્રેમ કરું છું અને તેમની કાળજી રાખું છું. હું ખુશ છું કે તે સારું કરી રહી છે. મને એ કહેતા પણ આનંદ થાય છે કે આ બંને બાળકોનો ઉછેર ખૂબ સારી રીતે થયો છે. જ્હાન્વીએ પણ ભાઈના કર્યા વખાણ
આ અવસર પર જાહ્નવી કપૂરની વોઈસ નોટ સંભળાવામાં આવી હતી. વૉઇસ નોટમાં તેણે ભાઈ અર્જુન વિશે કહ્યું- અમે તેને છેલ્લા 2 વર્ષથી રાહ જોતા જોયા છે. જાહ્નવીએ એ પણ શેર કર્યું છે કે અર્જુન માટે આ સફર સરળ નહતી. પરંતુ અર્જુન હિંમત ન હર્યો અને આગળ વધ્યો અને અમને તેની પર ગર્વ છે. અર્જુન કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં જ ફિલ્મ સિંઘમ અગેઈનમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેના વિલન રોલને લોકોએ ખૂબ વખાણ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારો દેખાવ કર્યો છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં અર્જુન ઉપરાંત અક્ષય કુમાર, અજય દેવગન, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ જેવા કલાકારો પણ જોવા મળ્યાં હતાં.