ટી-સિરીઝના કો-ઓનર કૃષ્ણ કુમારની પત્ની તાન્યા સિંહે દીકરી તિશા માટે ઈમોશનલ પોસ્ટ લખી છે. આ પોસ્ટ દ્વારા તાન્યાએ તિશાના મૃત્યુ સાથે સંબંધિત બાબતોનો ખુલાસો કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને તેણે કહ્યું કે તિશાને ખોટી સારવાર આપવામાં આવી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. ખોટી સારવારને કારણે મૃત્યુ થયું- તાન્યા
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતી વખતે તાન્યાએ કેપ્શનમાં લખ્યું- ‘કેવી રીતે?, શું?, કેમ?… ઘણા લોકો મને પૂછે છે. સાચી વાત એ છે કે મારી દીકરીને શરૂઆતથી જ કેન્સર નહોતું. તેને સાડા 15 વર્ષની ઉંમરે રસી આપવામાં આવી હતી, જેના કારણે તેને ઓટો ઇમ્યૂન ડિસીઝ થઈ ગયો, જેની યોગ્ય સારવાર કરવામાં આવી ન હતી. અમને આ બધી માહિતી મળે તે પહેલા જ અમે મેડિકલ ટ્રેપમાં ફસાઈ ગયા હતા.’ તાન્યાએ દરેક માતાપિતાને સલાહ આપી
તેણે આગળ લખ્યું, જો તમારા બાળકને લિમ્ફ નોડ્સ સ્વેલિંગ (લસિકા ગાંઠોમાં સોજો) છે, તો બોન મેરો ટેસ્ટ અથવા બાયોપ્સી કરતાં પહેલાં ચોક્કસપણે બીજો અને ત્રીજો અભિપ્રાય મેળવો. તાન્યાએ કહ્યું – લિમ્ફ નોડ્સ શરીરના ડિફેન્સ ગાર્ડ હોય છે અને તે ઇમોશનલ ટ્રોમાને કારણે અથવા અગાઉના ચેપની સંપૂર્ણ રીતે સારવાર ન થવાને કારણે ફૂલી શકે છે.’ પોતાની ટ્રીટમેનટ જર્ની દ્વારા પ્રોત્સાહિત કરવા માગતી હતી
તાન્યાએ લખ્યું કે, તિશા ખૂબ બહાદુર બાળક હતી. આ બધું હોવા છતાં તેણે ક્યારેય હાર ન માની. તે ક્યારેય ડિપ્રેશનમાં નથી ગઈ. ખોટા નિદાન અને બાયોમેડિસિનની આડ અસરો સામે લડવા માટે તિશા તેની ટ્રીટમેન્ટ જર્ની દ્વારા અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કરવા માગતી હતી.’ માત્ર 20 વર્ષની ઉંમરે અવસાન થયું
તિશાનું આ વર્ષે 18 જુલાઈએ માત્ર 20 વર્ષની વયે અવસાન થયું હતું. તિશા ભાગ્યે જ જાહેરમાં દેખાઈ છે. તેને લાઇમલાઇટમાં રહેવું ગમતું ન હતું. તે છેલ્લે 2023માં ફિલ્મ એનિમલની સ્ક્રીનિંગમાં જોવા મળી હતી.