પીવી સિંધુ અને લક્ષ્ય સેને લખનઉના બીબીડી સ્ટેડિયમમાં ચાલી રહેલી સૈયદ મોદી બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ગુરુવારે રમાયેલી મેચમાં બંને ખેલાડીઓએ જીત નોંધાવી હતી. ઇરા શર્માએ પીવી સિંધુને ટક્કર આપી હતી. પીવી સિંધુએ પ્રથમ સેટ જીત્યા બાદ ઇરાએ બીજા સેટમાં કમબેક કર્યું હતું. તે જ સમયે, લક્ષ્ય સેને સમગ્ર મેચ દરમિયાન લીડ જાળવી રાખીને ઇઝરાયલના ખેલાડી ડેનિલ ડુબોવેન્કોને હરાવ્યો હતો. મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રિસ્ટોએ તાઈવાનની સુ યુ ચેન અને એનની જોડીને 21-19, 8-21 અને 21-12થી હરાવી હતી. પ્રિયાંશુ રાજાવતે વિયેતનામના ખેલાડી લી ડુ ફાટને 21-15,21-8ના માર્જિનથી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ ખેલાડીઓએ મહિલા સિંગલ્સમાં જીત નોંધાવી આ ખેલાડીઓએ મેન્સ સિંગલ્સમાં જીત નોંધાવી મિક્સ્ડ ડબલ્સ મહિલા ડબલ્સ