વુમન્સ પ્રીમિયર લીગ (WPL)નું મિની ઓક્શન 15 ડિસેમ્બરે બેંગલુરુમાં થશે. BCCIએ તમામ પાંચ ફ્રેન્ચાઈઝી ટીમને ઓક્શન અંગે જાણ કરી દીધી છે. 5 ટીમમાં 19 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેમાંથી 14 ભારતીય અને 5 વિદેશી ખેલાડીઓને ખરીદવામાં આવશે. 5 ટીમ પાસે રૂ. 16.7 કરોડનું પર્સ છે, ગુજરાત જાયન્ટ્સ સૌથી વધુ રૂ. 4.40 કરોડનું પર્સ લેશે. WPLની ત્રીજી સિઝન આવતા વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં શરૂ થશે. પર્સની લિમિટ રૂ. 15 કરોડ
એક ટીમની પર્સની મર્યાદા 15 કરોડ રૂપિયા છે. ખેલાડી રિટેન કર્યા બાદ ટીમના પર્સ ઓછા થઈ ગયા છે. દિલ્હી પાસે 2.50 કરોડ રૂપિયા અને મુંબઈ પાસે માત્ર 2.65 કરોડ રૂપિયા છે. બેંગલુરુમાં રૂ. 3.25 કરોડનું પર્સ છે અને યુપીમાં રૂ. 3.90 કરોડનું પર્સ છે. ગુજરાતની ટીમ સૌથી મોટા પર્સ સાથે ઓક્શન ઉતરશે. 6 મોટા ખેલાડીઓ ઓક્શનમાં ઉતરશે
રિટેન્શનનો સૌથી આશ્ચર્યજનક નિર્ણય મુંબઈ અને ગુજરાતે લીધો હતો. MI એ ઇંગ્લિશ ઓલરાઉન્ડર ઇસાબેલ વોંગ અને GG એ ભારતીય ઓલરાઉન્ડર સ્નેહ રાણાને રિલીઝ કરી. બંને ખેલાડીઓ ઓક્શનમાં ભાગ લેશે. તેમના સિવાય હીથર નાઈટ, કેથરિન બ્રાઇસ, લૌરા હેરિસ અને લોરેન બેલના નામ પણ ઓક્શનમાં આવશે. કઈ ટીમે કેટલા ખેલાડીઓને રિટેન કર્યા?
એક ટીમમાં 18 ખેલાડીઓની જગ્યા છે. યુપી સિવાય તમામ ટીમે 14-14 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જ્યારે યુપીએ 15 ખેલાડીઓને રિટેન કર્યા છે. એટલે કે, યુપીમાં માત્ર 3 ખેલાડીઓ અને અન્ય ટીમમાં 4 ખેલાડીઓ ખાલી છે. RCB ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. મુંબઈએ પ્રથમ સિઝનનો ખિતાબ જીત્યો હતો. બંને ટીમે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું.