લાઇફ ઇન્શ્યોરન્સના સૌથી સરળ પ્રકારો પૈકીનો એક છે ટર્મ ઇન્શ્યોરન્સ, જે ગેરંટી આપે છે કે ઇન્શ્યોરન્સ મેળવનાર વ્યક્તિનું જ્યારે અવસાન થાય ત્યારે તેના જીવનકાળ દરમિયાન તેણે ચૂકવેલા પ્રીમિયમ સામે તેના લાભાર્થીઓને ઇન્શ્યોરન્સ કંપની નાણાં ચૂકવે છે. નવા રોકાણકારો સરળ અને સુરક્ષિત રોકાણ વિકલ્પો શોધતા હોય છે આથી સ્હેજે નવાઈ પામવા જેવું નથી કે ટર્મ પ્લાન આ ગ્રુપમાં સૌથી લોકપ્રિય હોય છે. આવી પોલિસીની મુદત 15થી 40 વર્ષ સુધીની કે તેનાથી પણ વધુ હોઈ શકે છે અને આ પ્લાન ખરીદનાર વ્યક્તિ તેની જરૂરિયાત મુજબનો સમયગાળો પસંદ કરી શકે છે. પ્રીમિયમ ટર્મ પ્લાન શરૂ થવાના સમયે વ્યક્તિની ઉંમર તથા કુલ સમ એશ્યોર્ડ પર આધારિત હોય છે તેમ બજાજ આલિયાન્ઝ લાઇફના ચીફ BALIC ડાયરેક્ટ ઓફિસર અમિત જયસ્વાલે જણાવ્યું હતું. ટર્મ પ્લાન ગ્રાહકોને પસંદગી મુજબના વિવિધ ફીચર્સ અને ફ્લેક્સિબલ વિકલ્પો સાથે આવે છે. પોલિસીધારકની જરૂરિયાતો મુજબની શરતોનો ઉમેરો હોય કે પછી ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમ ઘટાડવાનો વિકલ્પ હોય, આ પ્લાન્સ વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોને શા માટે પસંદ આવે છે તેના એકથી વધુ કારણો છે. કેટલાક ટર્મ પ્લાન ડેથ ક્લોઝ સાથે આવે છે પરંતુ પોલિસીધારકને ચોક્કસ ઉંમરે પહોંચ્યા પછી આકસ્મિક મૃત્યુ, કાયમી વિકલાંગતા, ગંભીર બીમારી અને પેન્શનની જોગવાઈ જેવા વધારાના વિકલ્પો ઉમેરવાની પણ આઝાદી આપે છે. કેટલાક અન્ય પ્રકારના ટર્મ પ્લાન્સ મની બેક ફીચર સાથે આવે છે જેમાં સમ એશ્યોર્ડના કેટલાક ટકા રકમ પોલિસીધારકને દર પાંચ કે દસ વર્ષ પછી પાછી આપવામાં આવે છે. આ સમયાંતરે ચૂકવાતી રકમ આવક વેરા કાયદાની કલમ 10 હેઠળ આવક વેરામાંથી બાદ મળે છે. આ વિકલ્પ આશીર્વાદરૂપ છે કારણ કે તેનાથી પોલિસીધારક બાળકના શિક્ષણ કે લગ્ન કે પછી બિઝનેસ શરૂ કરવા માટેના ભંડોળ જેવા મોટા ખર્ચ માટે આ રકમનો ઉપયોગ કરી શકે છે. કેટલાક ટર્મ પ્લાન્સ ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમ ઘટાડવાનો વિકલ્પ આપે છે. કેટલાક પ્રોફેશનલ્સ પાસે સંપત્તિ હોય છે પરંતુ ચૂકવવાપાત્ર બાકી રકમ અને દેવા પણ હોય છે. આવ લોકો માટે ઓછું પ્રીમિયમ ચૂકવવાથી તેમનું નાણાંકીય ભારણ ઘટે છે કારણ કે તેનાથી તેમણે રોકાણ માટે હાથ પર રહેલી રોકડનો ઉપયોગ કરવો પડતો નથી પરંતુ સાથે સાથે તેઓ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી દ્વારા તેમનું નાણાંકીય ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે ઉત્તમ માધ્યમ
વાસ્તવિકતા એ છે કે ટર્મ પ્લાન્સ હવે ગ્રાહકની ચોક્કસ જરૂરિયાતો મુજબના અનેક ફ્લેક્સિબલ વિકલ્પો ધરાવે છે. એમ કહેવું સ્હેજે અતિશયોક્તિપૂર્ણ નહીં કહેવાય કે વધુ વિલંબ વિના ટર્મ પ્લાન ખરીદવો વ્યક્તિના તથા તેના પ્રિયજનોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ડહાપણભર્યું રોકાણ છે. આ ખરીદીમાં વિલંબ કરવાથી તમારા પ્રિયજનો ન કેવળ અસુરક્ષિત રહે છે પરંતુ ઉંમર વધતા પ્રીમિયમની રકમ પણ વધતા પાછળથી વધુ ખર્ચ કરવાની સ્થિતિ ઊભી થાય છે.