back to top
Homeભારતમહારાષ્ટ્રમાં બસ પલટી જતા 12ના મોત, 18 ઘાયલ:ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવતા...

મહારાષ્ટ્રમાં બસ પલટી જતા 12ના મોત, 18 ઘાયલ:ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો, સરકારે 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી

મહારાષ્ટ્રના ગોંદિયામાં શુક્રવારે બપોરે બસ અકસ્માતમાં 12 મુસાફરોના મોત થયા હતા તેમજ 18 મુસાફરો ઘાયલ થયા છે. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની શિવશાહી બસ (MH 09 EM 1273) ભંડારાથી ગોંદિયા આવી રહી હતી. ગોંદિયા પહેલા 30 કિમી દૂર ખજરી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ પલટી ગઈ હતી. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ મહારાષ્ટ્રના કાર્યકારી સીએમ એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. અકસ્માતની તસવીરો… ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો નજરેજોનારના જણાવ્યા અનુસાર બસનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. રાહદારીઓની સૂચનાથી એમ્બ્યુલન્સ વિભાગ અને પોલીસ વિભાગના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલ મુસાફરોને બહાર કાઢીને ગોંદિયા જિલ્લા સરકારી KTS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. દેવેન્દ્ર ફડણવીસે કલેક્ટરને સૂચના આપી હતી આ ઘટના પર દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, “તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે ગોંદિયા જિલ્લાના રોડ અર્જુની પાસે એક શિવશાહી બસનો અકસ્માત થયો અને કેટલાક મુસાફરોના મોત થયા. હું મૃતકોને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે તો પણ તાત્કાલિક કરવા સૂચના આપવામાં આવી છે. મેં ગોંદિયાના કલેક્ટરને પણ જો જરૂરી હોય તો તેમને નાગપુર ખસેડવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. અકસ્માત બાદ બસનો આગળનો ભાગનો નુકશાન થયું છે. એક અધિકારીએ જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments