back to top
Homeગુજરાતરાજ્યમાં ITનું મેગા સર્ચ ઓપરેશન:મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપ પર તવાઈ, રાજકોટ જિલ્લાના...

રાજ્યમાં ITનું મેગા સર્ચ ઓપરેશન:મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપ પર તવાઈ, રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડા

રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી IT વિભાગ ત્રાટક્યું છે. મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપને ત્યાં IT વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરી છે. રાધે ગ્રુપ સાથે સંકળાયેલા લોકોના મહેસાણા, અમદાવાદ અને મોરબીના સ્થળો પર IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મળતી માહિતી પ્રમાણે મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. આશરે બે ડઝનથી વધુ સ્થળોએ આઈટી વિભાગે એક સાથે તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો છે. મોરબીના બે સિરામિક ઉદ્યોગકારોનું પણ રાધે ગ્રુપ સાથે કનેકશન હોય ત્યાં પણ તપાસ ચાલી રહી છે. ITની 70 ટીમો કામે લાગી હોવાની માહિતી
IT વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ પોલીસને સાથે રાખી મોરબી, અમદાવાદ, મહેસાણા સહિતના સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ગ્રુપ પેપરમીલ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે. ITની તપાસમાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મોરબીના તીર્થક ગ્રુપના સ્થળો પર વહેલી સવારથી જ તપાસ
મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રુપની ઓફિસ , કારખાના તેમજ ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments