ગુરુવારે સંસદના શિયાળુ સત્રનો ચોથો દિવસ છે. કોંગ્રેસ આજે ફરી એકવાર અદાણી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરશે. ગુરુવારે પણ વિપક્ષે આ જ મુદ્દે બંને ગૃહોમાં હોબાળો કર્યો હતો અને ‘દેશને લૂંટવાનું બંધ કરો’ના નારા પણ લગાવ્યા હતા. રાહુલે બુધવારે સંસદની બહાર કહ્યું હતું કે અદાણી પર અમેરિકામાં 2 હજાર કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે. તેમને જેલમાં ધકેલવા જોઈએ. મોદી સરકાર તેમને બચાવી રહી છે. પ્રિયંકા ગાંધી ગુરુવારે પહેલીવાર લોકસભા પહોંચ્યા હતા. તેમણે સાંસદ તરીકે શપથ લીધા. તેમની સાથે તેમની માતા સોનિયા અને રાહુલ ગાંધી પણ સંસદ પહોંચ્યા હતા. પ્રિયંકાએ વાયનાડ સીટથી પેટાચૂંટણી જીતી છે. પ્રિયંકાની સાથે નાંદેડથી પેટાચૂંટણી જીતનાર રવિન્દ્ર ચૌહાણે પણ શપથ લીધા હતા.