back to top
Homeગુજરાતસાયકલ 70 હજારની, સાચવણીમાં શૂન્ય:સુરત મનપાના સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં નામ બડે ઔર...

સાયકલ 70 હજારની, સાચવણીમાં શૂન્ય:સુરત મનપાના સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં નામ બડે ઔર દર્શન છોટે, જર્મન બનાવટની લાખો રૂપિયાની સાયકલો બંધ હાલતમાં

સુરત મહાનગરપાલિકાના અત્યંત મહત્વકાંક્ષી સાયકલ શેરિંગ પ્રોજેક્ટની હાલત હાલ બહુ જ ખરાબ છે. દિવ્ય ભાસ્કર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કરવામાં આવતા આ પ્રોજેક્ટની દયનીય સ્થિતિ સામે આવી છે. સૌ પ્રથમ, સાયકલ સ્ટેન્ડ પર રાખેલી સાયકલો કોઈપણ સરળતાથી ચોરી કરી શકે તેવી હાલતમાં છે, અને મોટાભાગની સાયકલો ભંગારની સ્થિતિમાં જોવા મળી રહી છે. મહાનગરપાલિકાનો ભારે ખર્ચ અને નિષ્ફળ પરિણામ
સાયકલ શેરિંગ પ્રોજેક્ટ હેઠળ અલગ-અલગ સ્ટેશનો પર 1267 સાયકલો રાખવામાં આવી હતી, જેમાંથી 80% સાયકલો હવે ઉપયોગ લાયક રહી નથી. દરેક સાયકલની કિંમત 70,000 રૂપિયાથી વધુ છે, અને તેની જાળવણી માટે મહાનગરપાલિકાએ પાંચ વર્ષ માટે 8.91 કરોડ રૂપિયા ખર્ચવાનો નક્કી કર્યો છે. જર્મન સાયકલ સાયકલો માટે મહત્તમ 10,000 રૂપિયા મેન્ટેનન્સ ખર્ચ પણ દાયકવામાં આવ્યો છે. છતાં, સ્ટેશનો પર સાયકલો ધૂળ ખાઈ રહી છે, કાટ લાગ્યો છે અને તેના ઉપર ઝાળા પડી ગયા છે. કાગળ પર જ પ્રોજેક્ટ સફળ
અઠવાલાઇન્સ જેવા પ્રીમીયમ વિસ્તારોમાં, જ્યાં કલેક્ટર કચેરી અને પોલીસ કમિશનર કચેરી આવેલી છે, ત્યાં પણ આ સાયકલો ખરાબ સ્થિતિમાં જોવા મળી છે. આ દર્શાવે છે કે મહાનગરપાલિકાના દાવાઓની હકીકત કાગળ પર જ મર્યાદિત રહી છે. 120 સ્ટેશનો અને હજારો સાયકલો માટે કરાયેલા કરોડો રૂપિયાના ખર્ચ છતાં આ પ્રોજેક્ટ લોકપ્રિયતા મેળવી શક્યો નથી. સાયકલ સ્ટેન્ડની બિસ્માર સ્થિતિ
શહેરના લગભગ તમામ વિસ્તારોમાં સાયકલ સ્ટેન્ડ બિસ્માર હાલતમાં છે. સ્થળ પર સાયકલો ઉપયોગમાં લેવામાં આવતી જોવા મળતી નથી. કેટલાક સ્ટેશનો પર સાયકલો એકતરફે પડી છે અને તેનો કોઈ જ દેખરેખ કરતો નથી. તપાસના આદેશ જાહેર
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, “સાયકલોની બિસ્માર હાલત વિશે તપાસ કરવામાં આવશે અને કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી તેનાથી જવાબ માગવામાં આવશે.” જનતાના ટેક્સનો બગાડ
સુરતના લોકોને સાયકલ શેરિંગ સુવિધા આપવા માટે રાજ્યના નાણાંનો જે ખર્ચ કરવામાં આવ્યો છે તે હવે પ્રશ્નાર્થ બની ગયો છે. જનતાના ટેક્સ પર ખર્ચવામાં આવેલી આ રકમ નાબૂદ થતી જોવા મળી રહી છે, જે શહેરના નાગરિકો માટે નિરાશાજનક છે. સુરતના નાગરિકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શા માટે આ પ્રોજેક્ટની સાચી રીતે અમલવારી થઈ ન હતી, અને આ નિષ્ફળતા માટે જવાબદારી કોણ લેશે. સ્થાનિક નાગરિકોએ તંત્રને અપીલ કરી
સાયકલ સ્ટેન્ડની બિસ્માર હાલતને લઈને સ્થાનિક નાગરિકોએ પણ તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે. સુધીપ ભાવસારે, જેઓ દરરોજ વોક કરવા માટે આ વિસ્તારની મુલાકાત લે છે, જણાવ્યું હતું કે, “હું ઘણીવાર સાયકલ ચલાવવા માટે આ સ્ટેન્ડ પર આવ્યો, પરંતુ છેલ્લા દોઢ મહિનાથી અહીંની સાયકલો ભંગારની હાલતમાં છે. આ સ્થિતિ બદલવા માટે તંત્ર દ્વારા રીપેર કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ જેથી લોકો આ પ્રોજેક્ટનો સચોટ લાભ લઈ શકે.” તંત્ર દ્વારા માત્ર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ તેની જાળવણી અને સતત દેખરેખના અભાવને કારણે લોકો હવે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. શહેરના નાગરિકો માટે સાયકલ શેરિંગની આ સહુલિયત માત્ર કાગળ પરની યોજના બની રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવકતા યોગેશ જાધવાનીએ જણાવ્યું હતું કે, સાયકલ શેરિંગ પ્રોજેક્ટ ભ્રષ્ટાચાર માટે છે એક એક સાયકલ ની કિંમત 70000 છે.. લોકો પાસે થી વેરા આ લોકો આ માટે લઇ છે. આની તપાસ થવી જોઈએ..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments