સુરતમાં બેફામ દોડતા ટ્રક અને ડમ્પરોના કારણે અનેક નિર્દોષોનો ભોગ લેવાયા હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે આજે વધુ એક ટ્રકચાલકે મહિલાને અડફેટે લીધી. સુરતના પર્વતપાટીયા વિસ્તારમાં એક ટ્રક ચાલકે મોપેડ સવાર મહિલાને અડફેટે લીધી હતી. જોકે, સદનસીબે યુવતીનો જીવ બચી ગયો છે. ટ્રકચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ જતો વીડિયો પણ સામે આવ્યો છે. ટ્રકચાલક અકસ્માત સર્જી ફરાર
આ અંગે મળતી માહિતી સુરતમાં પુણા પર્વતપાટીયા પાસે ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક (GJ 01 DU 1615)ની નીચે મોપેડ આવી જતા મોપેડ સવાર મહિલાટ્રક નીચે ફસાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં મહિલા ટ્રકની નીચે ફસાઈ ગઈ હતી. જેથી, ટ્રકચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. હાજર લોકોએ ફરાર ચાલકને વીડિયોમાં કેદ કરી લીધો હતો. આસપાસના લોકોએ ટ્રક ખસેડી મહિલાને બહાર કાઢી
વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલાટ્રકની નીચે ફસાયેલી છે અને ‘બચાવો બચાવો’ની બૂમ પાડી રહી છે. મહિલાને ટ્રકની નીચે ફસાયેલી જોઈ હાજર ટોળાએ મસમોટા ટ્રક ને હાથથી ધક્કો મારી ખસેડવાની શરૂઆત કરી હતી અને ટ્રક ખસેડી મહિલાને બહાર કાઢી હતી. ટ્રક મોપેડ પર આવી જતા ચકનાચૂર થયું
સદ્દનસીબે આ ઘટનામાં મહિલાને સામાન્ય ઇજાઓ થઈ છે. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જોકે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, અકસ્માત કેટલો ગંભીર છે. ટ્રક મોપેડ પર આવી જતા મોપેડ ચકનાચૂર થઈ ગયું હતું. હાલ સમગ્ર મામલે ટ્રક ચાલકને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે. પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો શહેરમાં કેમ આવે છે?
સુરત શહેરમાં બેફામ દોડતા ટ્રક ડમ્પરો અને ભારે વાહનો અનેક વખત અકસ્માત સર્જે છે. જેથી, નિર્દોષોનો ભોગ લેવાય છે. થોડા દિવસ પહેલા જ પાલ વિસ્તારમાં એક વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો. જોકે, તેના CCTV જોઈ સૌ કોઈના રુંવાટા ઉભા થઈ ગયા હતા સુરત શહેરમાં ભારે વાહનો પર સમય મર્યાદામાં પ્રતિબંધ છે છતાં પણ બેફામ ટ્રક અને ડમ્પરો પ્રતિબંધિત સમયમાં પણ દોડતા હોય છે જેના કારણે ઘણી વખત અકસ્માતો સર્જાતા હોય છે.