મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2’ આવતા મહિને 5મી ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. મુખ્ય એક્ટર અલ્લુ અર્જુને એક પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે ફિલ્મને CBFC તરફથી U/A સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. તે જ સમયે, સીબીએફસીએ ફિલ્મના ત્રણ સંવાદો અને કેટલાંક દૃશ્યોમાં ફેરફાર કરવા સૂચના આપી છે. ત્રણ અપશબ્દોને મ્યુટ કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે. આ ફેરફારો બાદ જ ફિલ્મ નિર્ધારિત દિવસે રિલીઝ થઈ શકશે. ફિલ્મનો રનટાઇમ 200.38 મિનિટનો છે.
સેન્સર સર્ટિફેકેટ જણાવે છે કે, ફિલ્મનો રનટાઇમ 3 કલાક 20 મિનિટ અને 38 સેકન્ડ (200.38 મિનિટ) છે. જ્યારે અગાઉ રિલીઝ થયેલો પ્રથમ ભાગ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ નો રનટાઈમ 2 કલાક 59 મિનિટનો હતો. એક વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’નો રન ટાઈમ 203 મિનિટનો હતો. રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. હવે જોવાનું એ રહે છે કે ‘પુષ્પા 2’ આ ફિલ્મોના રેકોર્ડ તોડી શકે છે કે નહીં. મેકર્સ 2022માં ‘પુષ્પા 2’ રિલીઝ કરવાના હતા
અલ્લુ અર્જુને વર્ષ 2019માં ‘પુષ્પાઃ ધ રાઇઝ’ (પ્રથમ ભાગ)નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ સમયે દિગ્દર્શક સુકુમારે જાહેરાત કરી હતી કે તેઓ આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરશે. તે પહેલો ભાગ 2021માં અને બીજો ભાગ 2022માં રિલીઝ કરવા માગતા હતા. જોકે આવું થઈ શક્યું નહીં. હવે 2 વર્ષની લાંબી રાહ બાદ, ફિલ્મ ‘પુષ્પા 2’ 5 ડિસેમ્બરે રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ અગાઉ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. જો અહેવાલોનું માનીએ તો અલ્લુ અર્જુન અને દિગ્દર્શક સુકુમાર વચ્ચે સર્જનાત્મક મતભેદોને કારણે શૂટિંગ અટકાવવું પડ્યું હતું. શૂટિંગ પૂર્ણ ન થઈ શકવાને કારણે ફિલ્મ મોકૂફ રાખવામાં આવી હતી. ફિલ્મ માટે અલગ-અલગ ક્લાઈમેક્સ શૂટ કરવામાં આવ્યા હતા
500 કરોડના મેગા બજેટ સાથે બનેલી ફિલ્મ ‘પુષ્પા 2’ના નિર્માતાઓએ તેના માટે અલગ-અલગ ક્લાઈમેક્સ શૂટ કર્યા છે. જેથી ફિલ્મ સાથે સંબંધિત કોઈ સ્પોઈલર લીક ન થાય. તમામ ક્લાઈમેક્સ શૉટમાંથી, સેટ પર કોઈને ખબર નથી કે નિર્માતાઓ દ્વારા કયો ફાઈનલ કરવામાં આવશે. આ ઉપરાંત સેટ પર ‘નો ફોન પોલિસી’ પણ રાખવામાં આવી હતી. નોંધનીય છે કે,ફિલ્મ ‘પુષ્પા 2’ તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. આ પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે બંગાળીમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ સ્ટાન્ડર્ડ, 3D, IMAX, 4DX, D-BOX ફોર્મેટમાં રિલીઝ થશે.