આજે 29 નવેમ્બરે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ના ઉછાળા સાથે 79,440ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, તે 24,000ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં તેજી છે અને 10માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 38માં તેજી છે અને 12માં ઘટાડો છે. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં રિયલ્ટી સેક્ટર સિવાય તમામ સેક્ટરમાં વધારો જોવા મળી રહ્યો છે. વિદેશી રોકાણકારોએ ₹11,756.25 કરોડના શેર વેચ્યા હતા સુરક્ષા ડાયગ્નોસ્ટિકનો IPO આજે ખુલશે સુરક્ષા ડાયગ્નોસ્ટિક લિમિટેડની ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) આજે ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 3 ડિસેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 6 ડિસેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 28મી નવેમ્બરે સેન્સેક્સ 1190 પોઈન્ટ (1.48%)ના ઘટાડા સાથે 79,043ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 360 પોઈન્ટ (1.49%) ઘટીને 23,914ના સ્તરેબંધ થયો. તેમજ, BSE સ્મોલકેપ 221 પોઈન્ટ (0.41%) વધીને 54,782 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 29માં ઘટાડો થયો હતો અને માત્ર 1 શેરમાં તેજી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 46માં ઘટાડો અને 4માં તેજી હતી. NSEનું IT સેક્ટર મહત્તમ 2.39% ના ઘટાડા સાથે બંધ થયું હતું.