સાબરકાંઠા જિલ્લાના એક નાનકડા ગામથી આવતા ભૂપેન્દ્રસિંહ ઝાલા સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના હજારો લોકોના કરોડ રૂપિયા ચાલુ કરી રહ્યા છે. ત્યારે CID ક્રાઇમ દ્વારા તપાસ છેલ્લા ત્રણ દિવસથી આદરી દેવામાં આવ્યો હતો. જોકે કેટલાક એજન્ટોની પૂછપરછ અને કેટલીક સામગ્રી સીઆઇડી ક્રાઈમ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. ભુપેન્દ્ર ઝાલા સંગઠનમાં પણ કોઈ હોદ્દો ધરાવતા નથી: જિ. ભાજપ પ્રમુખ
ભુપેન્દ્રસિંહ ઝાલા ભારતીય જનતા પાર્ટીનો નેતા હોવાનું પ્રસ્થાપિત કરતો હતો. આ તમામની વચ્ચે સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે કે તેઓ પ્રાથમિક સદસ્ય હોઈ શકે છે. પરંતુ તેઓ સક્રિય સભ્ય પણ નથી કે પક્ષમાં સંગઠનમાં પણ કોઈપણ પ્રકારનો હોદ્દો ધરાવતા નથી અને આવા લેભાગુ તત્વો સામે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ભાજપ પ્રમુખને ધારાસભ્ય અને મંત્રીઓ બાબતે પૂછતા તેઓએ કહ્યું હતું કે, ધારાસભ્ય અને મંત્રીઓ જ્યારે કાર્યક્રમમાં બોલાવ્યા હોય ત્યારે જતા હોય છે. એક કાર્યક્રમમાં ધારાસભ્ય અને મંત્રી હાજર હતા તે વખતે ભૂપેન્દ્રસિંહ ઝાલા કોઈ ગુન્હામાં સંડોવાયેલા નહોતા તેવું નિવેદન જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કનુ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. ધારાસભ્ય અને મંત્રીઓના ચાર હાથ ભૂપેન્દ્ર ઝાલા પર હોવાનું કોંગ્રેસનો આક્ષેપ
બીજી તરફ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક પટેલ દ્વારા પણ BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે નિવેદન આપ્યું હતું. તેઓએ તો ધારાસભ્ય અને મંત્રીઓના ચાર હાથ ભૂપેન્દ્રસિંહ ઝાલા પર હોવાનું પણ આક્ષેપ કર્યો હતો. તેઓએ અનેક જગ્યાએ ધારાસભ્યો અને મંત્રીઓ કાર્યક્રમમાં જોવા મળ્યા હોવાનો પણ દાવો તેઓએ કર્યો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હોવાની પણ વાત અશોક પટેલ દ્વારા કરવામાં આવી હતી. લોકોના કરોડો રૂપિયા છાવરી લેનાર સામે રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવા માટેનું પણ માગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક પટેલ દ્વારા કરવામાં આવી હતી.