અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ 5મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના કલાકારો સહિત મેકિંગ સાથે જોડાયેલા ઘણાં લોકોએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન એક્ટર અલ્લુ અર્જુને ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારના વખાણ કર્યા છે. એક્ટર કહ્યું છે કે તે હંમેશા ઈચ્છતો હતો કે T-Series તેના ગીતો પણ રિલીઝ કરે. અલ્લુ અર્જુને સ્ટેજ પર કહ્યું, હું ભૂષણ કુમાર જીને છેલ્લા ઘણાં સમયથી ખૂબ પસંદ કરું છું, તેમણે દેશને મ્યુઝિક આપ્યું છે. તેમણે લોકોના જીવનને ઉત્સાહથી ભરી દીધું છે. ભૂષણ જી, તમને અહીં જોઈને આનંદ થયો. છેલ્લા ઘણા વર્ષોથી હું વિચારી રહ્યો હતો કે મારું આલ્બમ ટી-સિરીઝ જેવા મોટા પ્લેટફોર્મ પર રિલીઝ થવું જોઈએ, કારણ કે તેની પહોંચ વિશાળ છે. અને આજે જ્યારે ‘પુષ્પા’ માટે આવું થઈ રહ્યું છે ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત છું. મને આ પહેલા ક્યારેય કહેવાનો મોકો મળ્યો નથી. આ પ્રમોશનલ ઈવેન્ટમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના, ડિરેક્ટર સુકુમાર, ભૂષણ કુમાર સહિત ઘણા લોકોએ ભાગ લીધો હતો. ટી-સીરીઝે ફિલ્મ ‘પુષ્પા-2: ધ રૂલ’ના મ્યુઝિક રાઈટ્સ 65 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. ફિલ્મના ત્રણ ગીત ‘પુષ્પા-પુષ્પા’, ‘સુસેકી’ અને ‘કિસિક’ રિલીઝ થયા છે. આ ફિલ્મનું આગામી ગીત 1 ડિસેમ્બરે રિલીઝ થશે. જુઓ ઘટનાની તસવીરો- પુષ્પા-2 5મી ડિસેમ્બરે રિલીઝ થશે
ફિલ્મ ‘પુષ્પા 2’ 5 ડિસેમ્બરે તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. આ પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે બંગાળીમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મ સ્ટાન્ડર્ડ, 3D, IMAX, 4DX, D-BOX ફોર્મેટમાં રિલીઝ થશે. ફિલ્મ માટે અલગ-અલગ ક્લાઈમેક્સ શૂટ કરવામાં આવ્યા હતા
500 કરોડના મેગા બજેટ સાથે બનેલી ફિલ્મ ‘પુષ્પા 2’ના નિર્માતાઓએ તેના માટે અલગ-અલગ ક્લાઈમેક્સ શૂટ કર્યા છે. જેથી ફિલ્મ સાથે સંબંધિત કોઈ સ્પોઈલર લીક ન થાય. તમામ ક્લાઈમેક્સ શૉટમાંથી, સેટ પર કોઈને ખબર નથી કે નિર્માતાઓ દ્વારા કયો ફાઈનલ કરવામાં આવશે. આ ઉપરાંત સેટ પર નો ફોન પોલિસી પણ રાખવામાં આવી હતી.