બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર સમાચારોમાં છે. આ વખતે તેઓ વિધાનસભામાં તેમના મંત્રી અશોક ચૌધરીના બ્રેસલેટને સ્પર્શ કરીને ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં શુક્રવારે વિધાનસભામાં મંત્રી અશોક ચૌધરી વિપક્ષના એક સવાલ પર સરકારની યોજના વિશે માહિતી આપી રહ્યા હતા. ચૌધરીએ રુદ્રાક્ષ જડેલું બ્રેસલેટ પહેર્યું હતું. આ દરમિયાન અચાનક મુખ્યમંત્રી નીતિશ કુમારની નજર આ બ્રેસલેટ પર પડી. તેમણે પાછળ ફરીને બ્રેસલેટ તરફ હાથ લંબાવ્યો અને તેને સ્પર્શ કરવા લાગ્યા. સીએમની આ સ્ટાઈલ જોઈને મંત્રી અશોક ચૌધરી પણ હસવાનું રોકી શક્યા નહીં. થોડી વાર પછી એ પોતાની વાત પૂરી કરીને બેસી ગયા. વિધાનસભાની અંદરની 2 તસવીરો મંત્રી અશોક ચૌધરીનું માથું બે વખત અથડાયું
આ પહેલા 18 જૂન, 2024ના રોજ, ડેપ્યુટી સીએમ વિજય સિંહાના માથા સાથે મંત્રી અશોક ચૌધરીનું માથું અથડાયું હતું. 18 સપ્ટેમ્બર, 2023ના રોજ, મંત્રી અશોક ચૌધરીનું માથું એક પત્રકાર સાથે અથડાયું.