back to top
Homeસ્પોર્ટ્સઆખરે ભારતના દબાણથી પાકિસ્તાન ઝૂક્યું:ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર હશે, ઈન્ડિયાની મેચ...

આખરે ભારતના દબાણથી પાકિસ્તાન ઝૂક્યું:ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર હશે, ઈન્ડિયાની મેચ UAEમાં રમાશે; પાકિસ્તાને પણ મૂકી એક શરત

આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર હશે. એટલે કે પાકિસ્તાનની સાથે આ ટૂર્નામેન્ટની મેચ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર પીસીબીએ શનિવારે આઈસીસીની બેઠકમાં આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો કે ટીમ ઈન્ડિયાની મેચ ન્યુટ્રલ વેન્યૂ પર રમાશે. જોકે પાકિસ્તાને ICC સમક્ષ કેટલીક શરતો મૂકી છે. PCB ICC પાસેથી વધુ આવક મેળવવા માગે છે અને 2031 સુધીમાં ભારતમાં તમામ મોટી ઇવેન્ટ હાઇબ્રિડ મોડલમાં હોવી જોઈએ. ભારતે આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી હતી. શરૂઆતમાં પાકિસ્તાન એ વાત પર અડગ રહ્યું કે ભારતે પાકિસ્તાન આવવું પડશે. પરંતુ, ભારતના કડક વલણ બાદ આખરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે સંમતિ આપી છે. ભારતની મેચ યુએઈમાં યોજાશે. બાકીની મેચો પાકિસ્તાનમાં યોજાશે. જો ભારતીય ટીમ સેમીફાઈનલ કે ફાઈનલમાં જશે તો આ મેચ પણ યુએઈમાં જ યોજાશે. આ પહેલા શુક્રવારે હાઈબ્રિડ મોડલ અંગેની બેઠક શનિવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. સુરક્ષા કારણોસર ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય
જ્યારથી પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની તક મળી છે ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભારતીય ટીમ પાકિસ્તાન જવાની ના પાડી શકે છે. ભારતે અગાઉ 2023માં એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ એશિયા કપમાં ભારતની મેચ શ્રીલંકામાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું, કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય ઈન્ડિયા
શુક્રવારે વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, બીસીસીઆઈએ સુરક્ષા કારણોને ટાંકીને પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે. ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય. જો ICC ભારત વિના ટૂર્નામેન્ટ રમવા માગે છે તો ટીમ તેના માટે પણ તૈયાર છે. વાંચો ભાસ્કરના એક્સક્લૂસિવ સમાચાર…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments