બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું વાવાઝોડું ફંગલ શનિવાર સાંજ સુધીમાં પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ જિલ્લાની વચ્ચેના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 90 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી કરી છે. તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. આ કારણે શનિવારે તમામ શાળા-કોલેજો બંધ રહેશે. લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. જો કે, 28 નવેમ્બરથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની અસર દેખાવા લાગી હતી. ચોમાસા પછીની સિઝનમાં ભારતને અસર કરતું આ બીજું વાવાઝોડું છે. અગાઉ ઓક્ટોબરના એન્ડમાં દાના વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાનો રુટ.. તમિલનાડુમાં વાવાઝોડાની સૌથી વધુ અસર વાવાઝોડાની સૌથી વધુ અસર તમિલનાડુમાં થઈ રહી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે. નાગાપટ્ટિનમ જિલ્લામાં 800 એકરથી વધુ પાક સંપૂર્ણપણે નુકશાન થયો છે. આ સિવાય કામેશ્વરમ, વિરુન્ધમાવાડી, પુડુપલ્લી, વેદ્રપ્પુ, વનમાદેવી, વલ્લપલ્લમ, કાલ્લીમેડુ, ઈરાવાયલ અને ચેમ્બોડી જિલ્લા પણ વાવાઝોડાની ઝપેટમાં છે. ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. 3 ડિસેમ્બર સુધી રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વાવાઝોડાને પહોંચી વળવા શું છે તૈયારીઓ? વાવાઝોડા સાથે જોડાયેલી 3 તસવીરો… સાઉદી અરેબિયાએ તોફાનને ‘ફેંગલ’ નામ આપ્યું આ તોફાનનું નામ ‘ફેંગલ’ સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવ્યું છે. તે એક અરબી શબ્દ છે, જે ભાષાકીય પરંપરા અને સાંસ્કૃતિક ઓળખનું મિશ્રણ છે. આ શબ્દ વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન (UNESCAP) ના નામકરણ પેનલમાં પ્રાદેશિક ભિન્નતા દર્શાવે છે. ચક્રવાતનાં નામ પસંદ કરતી વખતે એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે નામો ઉચ્ચારવામાં સરળ, યાદ રાખવામાં સરળ અને સાંસ્કૃતિક રીતે ન્યાયી છે. ધ્યાનમાં રાખવામાં આવે છે કે નામ એવા હોવા જોઈએ કે તે વિવિધ પ્રદેશો અને ભાષાઓ વચ્ચે કોઈ વિવાદ ન સર્જે કે કોઈનું અપમાન ન થાય.