back to top
Homeબિઝનેસઇક્વિટી:ટોપ-10 પરફોર્મિંગ લાર્જકેપ શેર્સમાં 60-130% સુધી રિટર્ન છૂટ્યું, હવે ટ્રેન્ડ ટ્રમ્પ પોલિસી...

ઇક્વિટી:ટોપ-10 પરફોર્મિંગ લાર્જકેપ શેર્સમાં 60-130% સુધી રિટર્ન છૂટ્યું, હવે ટ્રેન્ડ ટ્રમ્પ પોલિસી અને ફેડરેટ કટ પર નિર્ભર

ઇક્વિટી માર્કેટમાં છેલ્લા કેટલાક સપ્તાહથી મોટી વધઘટ વચ્ચે પણ રોકાણકારોને ડબલ ડિજિટમાં રિટર્ન મળ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં શેરમાર્કેટે સરેરાશ 11 ટકા રિટર્ન આપ્યું છે ખાસકરીને લાર્જ કેપ કંપનીઓના શેરોએ સારું પ્રદર્શન કર્યું છે. ટોપ-10 પરફોર્મિંગ લાર્જકેપ શેરોનું રિટર્ન 60-130% રહ્યું છે. જેમાં ઝોમેટો, ટ્રેન્ટ, સિમેન્સ, ઇન્ડસ ટાવર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને વેદાંતાનો સમાવેશ થાય છે. બીએસઇના અહેવાલ અનુસાર નાની કંપનીઓ (સ્મોલકેપ)ના શેરનું રિટર્ન સેન્સેક્સ-નિફ્ટી કરતાં અઢી ગણું અને લાર્જકેપ ઇન્ડેક્સ કરતાં બમણું 28% રહ્યું છે. શુક્રવારે સેન્સેક્સ 759 પોઈન્ટ વધીને 79803 અને નિફ્ટી 217 પોઈન્ટ વધીને 24131 પર બંધ થયો હતો. એનાલિસ્ટોના મતે નાણાવર્ષ 2024-25ના બાકીના મહિનામાંં સ્થિરતા પાછી આવી શકે છે. નવા રેકોર્ડ સ્તરે પહોંચે તેવી શક્યતા છે. જોકે અમેરિકામાં ટ્રમ્પ ચૂંટાયા છે પરંતુ તેની અત્યાર સુધી કોઇ જ પોઝિટીવ અસર માર્કેટ પર જોવા મળી નથી ઉલટું ક્રિપ્ટોને સપોર્ટ કરતા ઇક્વિટીમાંથી ફંડ ક્રિપ્ટો તરફ ડાયવર્ટ થયું. મોટા ઘટાડાની શક્યતા ઓછી, ટ્રમ્પની પોલિસી પર નજર
1. અનિંગ ગ્રોથ બમણો થશે
કંપનીઓનો અર્નિંગ ગ્રોથ અનુસાર આગામી ક્વાર્ટર એટલે કે ઓક્ટોબર-ડિસેમ્બર વધુ સારું રહેશે. નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) સુધીમાં અર્નિંગ ગ્રોથ બમણો થવાની શક્યતા છે. અર્નિંગ ગ્રોથ બાબતે સતત સુધારાના સંકેત, ગ્રોથ 16 ટકા થઇ શકે. 2. સરકાર ખર્ચ વધારશે: કેન્દ્ર અને રાજ્ય સરકાર છેલ્લા 9 મહિનાથી ચૂંટણીમાં વ્યસ્ત છે. દરમિયાન ચૂંટણી પંચના નિયંત્રણોને કારણે તે બજેટ મુજબ ખર્ચ કરી શકી ન હતી. હવે એવો અંદાજ છે કે તેઓએ ચાલુ નાણાકીય વર્ષના બાકીના મહિનામાં એટલે કે માર્ચ 2025 સુધી બજેટનો 40% ખર્ચ કરવો પડશે. તેનાથી ગ્રાહકો તેમજ કંપનીઓની આવકમાં વધારો થશે બજારમાં ઉછાળાને ટેકો મળશે.
3. શહેરોમાં વપરાશ વધશે : વધતી જતી ફુગાવાની સરખામણીમાં ઓછી આવક વૃદ્ધિને કારણે છેલ્લા બે ત્રિમાસિક ગાળા દરમિયાન શહેરી માંગ 6% થી ઘટીને 3% ની આસપાસ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments