back to top
Homeભારતઇન્ટેલિજન્ટ ઇનપુટ:કાશ્મીરમાં આતંકીઓની નવી ચાલ, ગેરિલા યુદ્ધની ટ્રેનિંગ શરૂ, હથિયારો બદલ્યાં, સ્થાનિક...

ઇન્ટેલિજન્ટ ઇનપુટ:કાશ્મીરમાં આતંકીઓની નવી ચાલ, ગેરિલા યુદ્ધની ટ્રેનિંગ શરૂ, હથિયારો બદલ્યાં, સ્થાનિક ભરતી નહીં

ઓક્ટોબરમાં બારામુલા પોલીસને એક અજીબોગરીબ ઘટનાની જાણકારી મળી. એક અંતરિયાળ ગામમાં જંગલની પાસેની દુકાનમાં રાત્રે આતંકવાદીઓએ દરવાજો તોડી નાંખ્યો અને ખાણી-પીણીનો અને રેશનનો ઘણો સામાન લઇ ગયા હતા. તેમણે એક ડબાની નીચે સામાનની કિંમતથી વધુ રૂપિયા મૂક્યા હતા. દુકાનમાં 15 દિવસમાં આવી બીજી ઘટના બની હતી. જ્યારે કિશ્તવાડમાં થયેલા એન્કાઉન્ટરમાં આખી રાત્રીમાં માત્ર 6 ફાયરિંગ કર્યા હતાં. તે બધાં પિન પૉઇન્ટ નિશાન ઉપર હતાં. આતંકવાદીઓએ 6 ફાયરિંગથી આખી રાત સુરક્ષાદળોને વ્યસ્ત રાખ્યાં અને સવારે જંગલમાં અદૃશ્ય થઇ ગયા હતા. આ બે ઘટના પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસેલા આતંકવાદીઓની બદલાતી રણનીતિ દર્શાવે છે. પ્રથમ, ન તો સ્થાનિક આતંકવાદીઓની ભરતી કરવામાં આવી રહી છે અને ન તો સ્થાનિક મદદગારોને રાખવામાં આવી રહ્યા છે. બધું જાતે મેનેજ કરે છે. બીજું, તાલીમ, શસ્ત્રો અને સંદેશાવ્યવહારનાં ઉપકરણો તદ્દન અદ્યતન છે. વિવિધ એજન્સીઓના ઇનપુટ્સ સૂચવે છે કે જમ્મુ અને કાશ્મીરમાં 125થી વધુ વિદેશી આતંકવાદી છે. આંતકીઓએ કમ્યુનિકેશન અને મૂવમેન્ટની રણનીતિ બદલી
મિનિમમ લોકલ કૉન્ટેક્ટ આતંકવાદી મિનિમમ સિવિલ કૉન્ટેક્ટ રાખી રહ્યા છે. રાશન માટે દુકાનોમાં ખાતર પાડવા જેવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. જંગલમાં સતત લોકેશન બદલતા રહે છે. પર્વતારોહકો માટે બનેલી એપથી જંગલના રસ્તા શોધે છે. બચવા માટે 2-4 આંતકવાદી જ સાથે ચાલે છે. અસર… લોકો સાથે અંતર આતંકીઓને ફાયદો પહોંચાડે છે. મોટા પાયે ઘૂસણખોરી પછી પણ સુરક્ષાદળોની પાસે અપૂરતો ઇન્ટેલિજન્સ સ્ટાફ. કોમ્યુનિકેશન: હેન્ડલર્સ સાથે વાત કરવા માટે ચાઇનીઝ સાધનોમાંથી એન્ક્રિપ્ટેડ ડેટા મોકલી રહ્યા છે
આતંકવાદીઓ તેમના હેન્ડલર્સ સાથે અથવા સરહદ પાર એકબીજા સાથે વાતચીત કરવા માટે ચીની ઉપકરણોની મદદ લઈ રહ્યા છે. આ અલ્ટ્રા ફ્રીક્વન્સી પર કામ કરે છે. અસર… એન્ક્રિપ્ટેડ ડેટાથી સુરક્ષાદળોના ટેક્નિકલ ઇનપુટમાં ઘટાડો થયો છે. આતંકવાદીઓ સમયાંતરે ટેકનોલોજી બદલે છે. તૈયારી: પાકિસ્તાની સેના પાસે કમાન્ડો જેવી ટ્રેનિંગ, ગેરિલા યુદ્ધનો પણ અનુભવ જૈશ- એ- મોહમ્મદ અને લશ્કર- એ- તોઈબાના આતંકવાદીને પાક સેનાના કમાન્ડો ફોર્સ એસએસજીના પૂર્વ અધિકારી ટ્રેનિંગ આપે છે. ઘણા અફઘાનિસ્તાનમાં અમેરિકન સેના સામે ગેરિલા યુદ્ધ લડી ચૂક્યા છે. અસર… સેના ઉપર ઘાત લગાવીને હુમલો કરવામાં આવી રહ્યા છે. ગુલમર્ગ, ડેરી કી ગલી, થાના મંડીમાં સૈન્ય વાહનોને આ રીતે નિશાન બનાવી ચૂક્યા છે. શસ્ત્રો: અમેરિકન આર્મીની એસોલ્ટ રાઇફલ્સનો ઉપયોગ કરે છે, ડ્રોન દ્વારા પણ સપ્લાય થોડા સમય પહેલાં સુધી આતંકીઓ એકે 47 રાઈફલ્સ લઈને જતા હતા. હવે તેમને તાલિબાન પાસેથી અમેરિકન સેનાની એમ-4 કાર્બાઈન એસોલ્ટ રાઈફલ્સ મળી છે. સાથે નાઇટ વિઝન, રોકેટ લોન્ચર પણ છે. અસર… આતંકવાદીઓ બહુ ઓછો જરૂરી ખર્ચ કરીને સુરક્ષાદળો ઉપર પિન-પૉઇન્ટ હુમલા કરે છે. તેના પછી તે સરળતાથી ભાગી શકે છે. ધ્યાન હટાવવા માટે જમ્મુમાં હુમલા
કલમ 370 હટાવ્યા પછી, સુરક્ષાદળોએ ઓપરેશન ઑલ આઉટ ચલાવ્યું, જેમાં આતંકવાદીઓ સાથે તેમની સહાયક પ્રણાલીનો ખાત્મો કરવામાં આવ્યો છે. જેના કારણે આતંકવાદી હુમલા લગભગ ખતમ થઈ ગયા હતા. આ પછી આતંકીઓએ પહેલીવાર પોતાની રણનીતિ બદલી. કાશ્મીરમાં હાઇબ્રિડ આતંકવાદ અને ટાર્ગેટ કિલિંગની શરૂઆત થઈ છે. સુરક્ષાદળોએ પણ 6 મહિનામાં આને નિયંત્રિત કરી લીધું હતું. આ પછી આતંકી સંગઠનોએ ફરી પોતાની રણનીતિ બદલી. – ભાસ્કર એક્સપર્ટ એસપી વૈદ્ય, ભૂતપૂર્વ ડીજીપી, જમ્મુ અને કાશ્મીર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments