બોલિવૂડના ફેમસ એક્ટર નાના પાટેકર અવારનવાર પોતાના બેબાક અંદાજને કારણે ચર્ચામાં રહે છે. નાના પાટેકર ટૂંક સમયમાં અનિલ શર્માની ફિલ્મ ‘વનવાસ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે નાના પાટેકર પણ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે. હવે તાજેતરમાં, નાના પાટેકર ‘વનવાસ’ના પ્રમોશન માટે સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 15’નો ભાગ બન્યા હતા, જેનો પ્રોમો વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નાના પાટેકર જાહેરમાં રેપર બાદશાહનું અપમાન કરી રહ્યા છે. નાના પાટેકરે બાદશાહની મજાક ઉડાવી
આ વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા રેપર બાદશાહને પૂછે છે કે, તમે જે રૅપ સોન્ગ કરો છો તે તમે કેવી રીતે કરો છો? આ વીડિયોમાં જોવા મળે છે કે નાના પાટેકર બાદશાહને કહે છે કે મેં તને ક્યારેય સાંભળ્યો નથી બેટા, તે કેવું હોય છે. જેના જવાબમાં રેપર કહે છે કે આજે તમે અહીં આવીને મને ખૂબ પ્રેમથી મળ્યા છો. પણ જો તમે સાંભળ્યું હોત, તો તમે મળ્યા ન હોત. ‘ઈન્ડિયન આઈડલ 15’ના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘નાનાએ બાદશાહને સારો સબક શીખવાડ્યો.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘એવો ડર હતો કે કોઈ આ પ્રશ્ન પૂછશે.’ અન્ય એક વીડિયોમાં નાનાને કન્ટેસ્ટન્ટને રોસ્ટ કરી
સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવો પ્રોમો શેર કર્યો છે. આમાં અભિનેતા સ્પર્ધક મૈસ્મે બોસુ સાથે ચેટ કરતો જોવા મળ્યો હતો. ક્લિપમાં નાના પાટેકરે તેને પૂછ્યું, ‘શું તમે અંકશાસ્ત્રમાં વિશ્વાસ કરો છો?’ જ્યારે તેણીએ હા પડી, ત્યારે નાનાએ પૂછ્યું કે આ શો કોણ જીતશે. આ સાંભળીને સ્પર્ધક હતપ્રત થઇ ગઈ. આગળ, નાનાને પૂછ્યું કે મારી ઉંમર કેટલી છે? આના પર સ્પર્ધક શોના હોસ્ટ સિંગર આદિત્ય નારાયણને જોતી જોવા મળી. આગળ હસતાં, અભિનેતાએ કહ્યું, ‘જુઓ, તમારું અંકશાસ્ત્ર બકવાસ છે? તમે ખચકાટ વિના ગાઓ, આ સત્ય છે. બાકીનું છોડી દો.’ ક્લિપમાં જોઈ શકાય છે કે નાનાની વાત સાંભળીને બાદશાહ પણ ગભરાઈ ગયો. નાના પાટેકરનું વર્ક ફ્રન્ટ
અભિનેતા નાના પાટેકર ટૂંક સમયમાં જ ફિલ્મ ‘વનવાસ’માં જોવા મળશે. અનિલ શર્માના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં અભિનેતા ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અભિનેતા રાજપાલ યાદવ પણ આ ફિલ્મમાં તેની કોમેડી ફ્લેર ઉમેરતા જોવા મળશે. ‘વનવાસ’ પહેલા સની દેઓલ અને ઉત્કર્ષ શર્માની ફિલ્મ ‘ગદર’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. આવી સ્થિતિમાં અનિલ શર્મા ‘વનવાસ’ દ્વારા ફરી એકવાર બોક્સ ઓફિસ પર દસ્તક દેવાના છે.