પાટણમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર દ્વારા રૂ.1.20 લાખમાં નીરવ મોદીને વેચાણ કરેલું બાળક બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા ગામની સંસ્કાર હોસ્પિટલમાં ફેબ્રુઆરી મહિનામાં જન્મ થયેલા આ બાળકને હોસ્પિટલમાં જ કામ કરતાં રૂપસિંહ ઠાકોર દ્વારા શિલ્પા ઠાકોરને આપ્યું હતું. શિલ્પા ઠાકોરે બાળકને સુરેશ ઠાકોરને આપતા સુરેશ ઠાકોરે રૂ.1.20 લાખમાં નીરવ મોદીને વેચ્યું હતું. આ મામલે પોલીસે રૂપસિંહ ઠાકોરની પણ ધરપકડ કરી લીધી છે. જેના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. SOG પોલીસે સંસ્કાર હોસ્પિટલમાંથી શિલ્પા ઠાકોરને બાળક આપનાર રૂપસિંહ ઠાકોરની ધરપકડ કરી છે. તેની પૂછપરછ માટે પાટણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એફ.બી.પઠાણની કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે, બંને પક્ષોની દલીલ સાંભળીને આરોપીના. 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. થરાની સંસ્કાર હોસ્પિટલમાં જન્મ થયેલ બાળક લાવીને શિલ્પા ઠાકોરે સુરેશ ઠાકોરને આપી નીરવ મોદીને વેચાણ કર્યું છે. આ બાળકના સાચા માતા-પિતા કોણ છે. કોને જન્મ આપ્યો છે.તે બાબતે SOG પોલીસ સંસ્કાર હોસ્પિટલમાંથી શિલ્પા ઠાકોરને બાળક આપનાર રૂપસિંહ ઠાકોરની પૂછપરછ કરી રહી છે. પાટણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એફ.બી.પઠાણની કોર્ટમાં આરોપી રૂપસિંહને રજૂ કર્યો હતો. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે, બંને પક્ષોની દલીલ સાંભળીને આરોપીના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે SOG પોલીસ દ્વારા રૂપસિંહ ની પૂછપરછ માં હજુ પણ નવા આરોપીઓના નામો ખુલી શકે છે. સરકારી વકીલ સી એલ દરજી એ જણાવ્યું હતું કે, આમાં ઘણી તપાસ કરવાની બાકી છે જેથી 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા .કોર્ટે 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં સુરેશ ઠાકોર પાંચ દિવસના રિમાન્ડ પર છે, તો સાથે બાળકને પાટણ લાવનાર શિલ્પા ઠાકોરની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 4 દિવસના એટલે કે 2 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. હાલ માં આ બન્ને આરોપી રિમાન્ડ પર છે. આ કેસમાં આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર અને રૂપસિંહની અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકી છે.