back to top
Homeમનોરંજનપોર્નોગ્રાફી કેસમાં શિલ્પાનાં નામથી ભડ્કયો રાજ કુંદ્રા:કહ્યું- મીડિયાને ડ્રામા બતાવાનો શોખ, વારંવાર...

પોર્નોગ્રાફી કેસમાં શિલ્પાનાં નામથી ભડ્કયો રાજ કુંદ્રા:કહ્યું- મીડિયાને ડ્રામા બતાવાનો શોખ, વારંવાર મારી પત્નીનું નામ ખેંચવું અસ્વીકાર્ય

29 નવેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રા-શિલ્પા શેટ્ટીના ઘર પર દરોડા પાડ્યાં હતાં. રાજ કુંદ્રાની ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે હવે આ મામલે જ્યારે શિલ્પા શેટ્ટીનું નામ સામે આવ્યું તો રાજ કુંદ્રા ગુસ્સે થઈ ગયો અને નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે આ મામલે તેની પત્નીનું નામ વારંવાર લેવામાં આવી રહ્યું છે તે સહન કરવામાં આવશે નહીં. રાજ કુંદ્રાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે, એ લોકો માટે જેનો આની સાથે સંબંધ છે, મીડિયાને નાટક બનાવવાનો શોખ છે, તો ચાલો રેકોર્ડ બનાવીએ. હું છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યો છું. જ્યાં સુધી સહયોગીઓના દાવાઓ, પોર્નોગ્રાફી અને મની લોન્ડરિંગનો સંબંધ છે તો એટલું જ કહેવાની જરૂર છે, અમૂક લેવલના સનસનાટીભર્યા સમાચાર વિશ્વાસને ઠેસ પહોંચાડી શકશે નહીં. અંતે ન્યાયનો વિજય થશે. રાજ કુંદ્રા આગળ લખે છે કે, મીડિયા માટે નોંધ, મારી પત્નીનું નામ વારંવાર આ મામલામાં ખેંચવું અસ્વીકાર્ય છે કારણ કે તેને કોઈ લેવાદેવા નથી. મહેરબાની કરીને સીમાઓનો આદર કરો. આ કેસમાં શિલ્પા શેટ્ટીનું નામ ન ખેંચો: પ્રશાંત પાટીલ
શિલ્પા શેટ્ટીના વકીલ પ્રશાંત પાટીલે પણ કહ્યું હતું કે એક્ટ્રેસનું નામ આ કેસમાં ન ખેંચવું જોઈએ. પ્રશાંત પાટીલે એક નિવેદનમાં કહ્યું હતું કે મીડિયામાં એવા અહેવાલો છે કે મારા ક્લાયન્ટ શ્રીમતી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ સમાચાર ગેરમાર્ગે દોરનારા અને ભ્રામક છે. તેને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. જોકે આ મામલો રાજ કુન્દ્રા સામે ચાલી રહેલા કેસ સાથે જોડાયેલો છે, પરંતુ એ સત્ય બહાર લાવવામાં પોલીસને સહકાર આપી રહ્યો છે. અમે મીડિયાને વિનંતી કરીએ છીએ કે આ કેસમાં શિલ્પા શેટ્ટીનું નામ, ફોટો કે વીડિયોનો ઉપયોગ ન કરે, કારણ કે તેને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. શું છે સમગ્ર મામલો? ​​​​​​ રાજ કુંદ્રા છેલ્લા ઘણા સમયથી પોર્નોગ્રાફીના કેસમાં ફસાયેલા છે. એવો આરોપ છે કે રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મો બનાવે છે અને તેને તેની એપ હોટશોટ દ્વારા લોકોને ઉપલબ્ધ કરાવતો હતો. તેમની આ એપ પહેલા ગૂગલ અને એપલમાં ઉપલબ્ધ હતી, જો કે, 2021માં તેમની સામેના કેસ બાદ તેને હટાવી દેવામાં આવી હતી. રાજ કુંદ્રાની જુલાઈ 2021માં આ કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. રાજને 63 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. તેને ચોક્કસ જામીન મળી ગયા છે, પરંતુ કેસ હજુ ચાલી રહ્યો છે. પોલીસ રાજ કુંદ્રા સુધી કેવી રીતે પહોંચી? જુલાઈ 2021માં આ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments