back to top
Homeગુજરાતમહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા પોલીસને સાથે રાખીને રોફ જમાવતો:પોલીસ પાયલોટિંગ-એસ્કોર્ટ સાથે ફરતો; BZનો...

મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા પોલીસને સાથે રાખીને રોફ જમાવતો:પોલીસ પાયલોટિંગ-એસ્કોર્ટ સાથે ફરતો; BZનો ફરાર એજન્ટ ધવલ પટેલે ગુજરાતના ડોક્ટરોનું 200થી 250 કરોડનું રોકાણ કરાવ્યું,

બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાના શોખ કિરણ પટેલ જેવા હતા. કિરણ પટેલની જેમ જ પોલીસને સાથે રાખીને રોફ જમાવતો હતો. વડોદરા, મોડાસા અને વતન ઝાલાનગરમાં પોલીસ પાયલોટિંગમાં સાથે ફરતો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલા પોલીસ પાયલોટિંગ અને એસ્કોર્ટ સાથે ફરતો હતો. આ દરમિયાન પોલીસ વાન દ્વારા પાયલોટિંગ કરાતાં વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જેથી પોલીસ અધિકારીઓ પણ મોટા રોકાણ ધરાવતા હોવાની આશંકા સેવાઈ રહી છે. હિંમતનગરમાં લેબોરેટરીના સંચાલક એજન્ટ બન્યાં
હિંમતનગરના સ્ટેશન રોડ પર આવેલી લેબોરેટરી ધરાવતા એક સંચાલક પણ બી-ઝેડના એજન્ટ બન્યા હતા. તેઓએ હિંમતનગર, ઈડર સહિત જિલ્લાના કેટલાક ડૉક્ટરોનો સંપર્ક કરી બી-ઝેડની પોંઝી સ્કીમમાં અંદાજે 250 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે સીઆઈડી આ મામલે તપાસ કર્યા બાદ તબીબોના નામ અને તેઓએ કરેલા રોકાણ સહિતની વિગતો બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ લેબ ભુપેન્દ્ર ઝાલાનો ફરાર એજન્ટ ધવલ પટેલની છે. ધવલ પટેલ હિંમતનગર ખાતે આવેલી અક્ષર લેબોરેટરીનો માલિક છે. ધવલ પટેલ ખાસ કરીને ગુજરાતના ડોક્ટરોનું રોકાણ બીઝેડમાં કરાવતો હતો. ગુજરાતના તબીબો પાસેથી 250 કરોડનું રોકાણ કરાવ્યું
હિંમતનગરના બસ સ્ટેન્ડ રોડ પર ગિરિરાજ કોમ્પ્લેક્ષમાં અક્ષર લેબોરેટરીના સંચાલક ડૉ.ધવલ પટેલ છેલ્લા કેટલાક સમયથી ભુપેન્દ્રસિંહ ઝાલાના સંપર્કમાં આવ્યા બાદ તેમની સાથેનો ઘરેબો મિત્રામાં પરિણમ્યો હતો. તે પછી તેઓએ પોંઝી સ્કીમમાં રોકાણ કરાવવા માટે અનેક તબીબોની મુલાકાત લઈને રોકાણ કરવા માટે સમજાવતા હતા. એક અંદાજ મુજબ ધવલ પટેલે પોંઝી સ્કીમમાં ડૉક્ટરો પાસેથી અંદાજે 250 કરોડથી વધુનું રોકાણ કરાવ્યું હોવાનું શનિવારે સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી વિગતોમાં બહાર આવ્યું છે. જો કે, છેલ્લા પાંચ દિવસથી ધવલ પટેલ તેની લેબોરેટરીમાં પણ હાજર રહ્યો નથી. ધવલ પટેલ ઓસ્ટ્રેલિયાના પી આર વિઝા ધરાવે છે
ધવલ પટેલનું ઘર હિંમતનગરના મહાવીનગરમાં ઈંગ્લીશ સ્કૂલ પાસે આવેલા પેલેસ પાસે આવેલું છે, જે છેલ્લા કેટલાક દિવસથી બંધ જોવા મળ્યું છે. થોડા સમય પહેલાં આ આલીશાન ઘર આગળ ત્રણ ત્રણ વૈભવી કાર જોવા મળી હતી. હાલમાં ઘર ખુલ્લું નથી અને ઘરે તાળા લટકતા જોવા મળ્યા છે. છેલ્લા ચાર દિવસથી બંગલો બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે રોકાણ કરાવનાર ધવલ પટેલ BZના સંચાલક પર ફરિયાદ નોંધાયા બાદ પરિવાર સાથે ભૂગર્ભમાં કે પછી વિદેશ જતો રહ્યો હોય તેવું ઘરના દરવાજા પર લટકતા તાળાથી લાગી રહ્યું છે. ઉલ્લેખીય છે કે, ધવલ પટેલ ઓસ્ટ્રેલિયાના પી આર વિઝા ધરાવે છે. ધવલ પટેલનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે, જેથી તે પણ વિદેશ ફરાર થયો હોવાની આશંકા છે. સાબરકાંઠા શિક્ષકો BZના એજન્ટ બન્યા ?
બીજી તરફ બીઝેડ ગ્રુપના કૌભાંડની કાર્યવાહીનો મામલો ગરમાયો છે. સાબરકાંઠા જિલ્લામાં હવે શિક્ષકોનાં ફફડાટ વ્યાપ્યો છે. એક તરફ બીઝેડ ગ્રુપમાં કરેલા રોકાણના પૈસા પરત નહીં મળેનો ડર વ્યાપ્યો છે, ત્યાં હવે સીઆઈડી ક્રાઈમની તપાસનો રેલો કેટલાક શિક્ષકોના ઘર સુધી પહોંચી શકવાનો ફફડાટ ફેલાયો છે. કેટલાક શિક્ષકોએ બીઝેડ ગ્રુપનું માર્કેટિંગ સંભાળ્યું હતું અને એજન્ટ તરીકે કાર્ય કરતા હતા. બીઝેડ ગ્રુપમાં નાણા રોકાવી ઉંચું કમિશન મેળવતા શિક્ષકો સામે પણ કાર્યવાહી થાય તેવી આશંકા છે. જેને લઈ કેટલાક શિક્ષક એજન્ટ અને મદદનીશ ભૂગર્ભમાં ઉતર્યા છે. શિક્ષક એજન્ટો સામે લોકોમાં ભારે રોષ
BZ ગ્રુપમાં રોકાણ કરવા માટે શિક્ષક એજન્ટોનુ નેટવર્ક મોટા પ્રમાણમાં ફેલાયેલું હતું. જે શિક્ષકો અને આચાર્ય શિક્ષકોને લોભામણી ઓફરો દર્શાવી રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. રોકાણમાં મદદ કરતા આચાર્ય અને અધિકારીઓને મોંઘી ગીફ્ટ આપવામાં આવતી હતી. જેથી બીઝેડ ગ્રુપમાં રોકાણ કરવા માટે અધિકારીઓ માર્કેટિંગ કરવામાં મદદરુપ થઈ શકે. ખાસ કરીને શિક્ષકોની મૂડીને આકર્ષવા લોભામણી જાળ બીછાવવામાં આવી હતી. જેમાં આચાર્ય અને શિક્ષકોને એજન્ટરુપે માસિક કમિશન ચૂકવાતું હતું. જેથી શિક્ષકોની બચત અને મૂડીને ફસાવનાર શિક્ષક એજન્ટો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષણાધિકારી કેયૂર ઉપાધ્યાયએ શું કહ્યું?
જોકે હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયૂર ઉપાધ્યાયએ જણાવ્યું છે કે, આવા એજન્ટ બનેલા શિક્ષકો અને ઠગાઈ-છેતરપિંડીમાં સામેલ થયેલા શિક્ષકો અંગે તપાસ હાથ ધરવામાં આવશે. તાલુકા સ્તરેથી વિગતે અહેવાલો મંગાવીને કાર્યવાહી કરવામાં આવશે. એજન્ટ તરીકે કાર્ય કરતા શિક્ષકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આમ હવે શિક્ષણ વિભાગ આકરા પાણીએ હોવાના સંકેતો આપ્યા છે. પ્રાંતિજ અને હિંમતનગર માં આવા શિક્ષક એજન્ટોએ મોટા રોકાણ કરાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. તપાસના ડરથી શિક્ષક ભૂગર્ભમાં
જાણવા મળતી વિગત મુજબ, પોપટ માસ્તરથી ઓળખાતા શિક્ષકે મોટી જાળ બિછાવી હતી. તપાસના ડરથી પોપટ માસ્તર નામનો શિક્ષક ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જેને લઈ સીઆઈડી ક્રાઈમની તપાસનો રેલો શિક્ષકો સુધી પહોંચતાં શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે. સુત્રો દ્વારા મળતી વિગત મુજબ, જિલ્લામાં શિક્ષકોએ મસ મોટું રોકાણ કર્યું છે, જેમાં સૌથી વધુ ખેડબ્રહ્મા બાદ પ્રાંતિજ, હિંમતનગર પોશીના સહિતના વિસ્તારોના શિક્ષકો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments