દેશમાં સૌથી વધુ લોકોને રોજગાર આપતો વ્યવસાય છે- ખેતી. 46% કામદારો આમાંથી રોજી-રોટી મેળવી રહ્યા છે. બીજા સ્થાને છે, ટ્રેડ-હોટલ-રેસ્ટોરાં જે 12.2% લોકો માટે રોજગારનું સાધન છે. આ સિવાય કન્સ્ટ્રક્શનમાં 12%, મેન્યુફેક્ચરિંગમાં 11% અને ટ્રાન્સપોર્ટેશનમાં 6% લોકો તેમના પરિવારનું ભરણપોષણ કરવા માટે કામ કરે છે. આ આંકડા પિરિયોડિક લેબર ફોર્સ સરવે 2023-24ના છે. કોરોના સમયગાળા (2021-22)ની તુલનામાં કૃષિ ક્ષેત્રે રોજગારમાં 0.6% અને ટ્રેડ-હોટલ-રેસ્ટોરન્ટમાં 0.1% નો વધારો થયો છે જ્યારે બાંધકામ ક્ષેત્રમાં 0.4% અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 0.2%નો ઘટાડો થયો છે. ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ ફેરફાર થયો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 15-29 વર્ષના 34% લોકો ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે. માત્ર 37% ખેતીમાં કામ કરે છે. છત્તીસગઢમાં સૌથી વધુ 63% લોકો ખેતી સાથે સંકળાયેલા છે. મધ્યપ્રદેશ 60% સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં 24% લોકો મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા છે, જે દેશમાં સૌથી વધુ છે. જે કામ કરશે…. 22-25 વર્ષના 64% યુવાન નોકરી માટે યોગ્ય
ઈન્ડિયા સ્કિલ રિપોર્ટ-24 મુજબ, દેશના 52% યુવાન નોકરી માટે યોગ્ય છે. જેમાં 22-25 વર્ષના લગભગ 64% છે. સારી બાબત એ છે કે 2023ના રિપોર્ટમાં 22-25 વર્ષની વયના યુવાનોમાંથી માત્ર 56% જ રોજગાર માટે યોગ્ય હતા… નોકરી: એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ માટે મહારાષ્ટ્રતો એમ.સી.એ. માટે હરિયાણા સૌથી શ્રેષ્ઠ છે… જે કામ આપશે…બેન્કિંગ-ઈન્શ્યોરન્સમાં ફ્રેશર્સ માટે વધુ તક
ઈન્ડિયા હાયરિંગ ઈન્ટેન્ટ સરવે-2024માં દેશભરમાં 15 અલગ-અલગ ઉદ્યોગોમાં કેવી અને કેટલી ભરતી થશે તે જાણવા મળ્યું હતું. આ મુજબ, એક વર્ષમાં ફ્રેશરથી લઈ 15 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા લોકો માટે ભરતીમાં 17.7%નો વધારો થશે…