મંદિર અને ગબ્બર પર્વતને જોડવા 2.5 કિ.મી.નો નવો વૈકલ્પિક શક્તિપથ બનશે.યાત્રાધામ અંબાજીમાં 1200 કરોડના વિકાસના કામોનો પ્રારંભ કરાવામાં આવ્યો છે.ત્રણ ફેજમાં થનારી આ કામગીરીમાં પ્રથમ તબક્કામાં 51 શક્તિપીઠ સર્કલથી ગબ્બર સર્કલ સુધી અંડરપાસ-વોકવે બનશે.જે પછી શક્તિદ્વાર થી ગબ્બર કોરિડોરનું કામ પણ પૂરું કરવામાં આવશે. જેના માટે સરકારી વિભાગોની મિલ્કતો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી, ખાનગી મિલ્કતો દૂર કરવા સરકારને જાણ કરાઇ છે. સમગ્ર પ્રોજેકટ પુરો થયા પછી યાત્રાધામ અંબાજીની કાયાપલટ થશે. ટ્રાફિક સહિતની સમસ્યાથી કાયમી છુટકારો મેળવી માઇભક્તો સુખરૂપ મા અંબાજીના દર્શન કરી શકશે.બીજી બાજુ વિકાસના કામો દરમિયાન ભાદરવી પૂનમનો મેળો બંધ નહી રહે તેમ સુત્રોએ જણાવ્યું હતુ.
અધિક કલેકટર કૌશિક મોદીએ જણાવ્યું હતુ કે, સૌથી વિશેષ ગબ્બર પર્વત દેવી સતીના હૃદયનું સ્થાન (જ્યોત) અને વિશા યંત્ર જ્યાં હાલ મંદિર આવેલું છે તેને જોડવા 2.5 કિલોમીટરનો માર્ગ બનાવવાનું આયોજન થયું છે. શહેરી રસ્તાથી અલગ જ આ વૈકલ્પિક માર્ગ બનશે. ગબ્બર અને મંદિરને જોડતા માર્ગને શક્તિપથ નામ અપાશે. શક્તિપથ અંતર્ગત ગબ્બર, વિશા યંત્ર મંદિર, માનસરોવર, રેલવે સ્ટેશન અને કામાક્ષી માતા મંદિરને જોડવામાં આવશે.સમગ્ર પ્રોજેકટ પુરો થયા પછી યાત્રાધામ અંબાજીની કાયાપલટ થશે. ટ્રાફિક સહિતની સમસ્યાથી કાયમી છુટકારો મેળવી માઇભક્તો સુખરૂપ મા અંબાજીના દર્શન કરી શકશે.જોકે, વિકાસના કામો દરમિયાન ભાદરવી પૂનમનો મેળો બંધ નહી રહે.
{ ત્રીજા તબક્કામાં આટલું કામ પૂરું થશે
સતી સરોવર અને સતી ઘાટ બનશે, ઈવેન્ટ ગ્રાઉન્ડ તૈયાર થશે (પાર્કિંગની સુવિધા વધશે), ગબ્બર તરફ જવાના માર્ગની કામગીરી કરાશે, વિશા યંત્ર મંદિર પરિસરનો વિસ્તાર, મ્યુરલ વોલ, શક્તિપથ-1 આજુબાજુની ઈમારતોને સુવિધાઓ, માનસરોવરનો વિસ્તાર વધારાશે { પ્રથમ તબક્કામાં આટલું કામ પૂરું થશે
ગબ્બર સર્કલ અને અંબાજી સર્કલ તૈયાર થશે, અંડરપાસ-વે બનશે, રાહદારીઓ માટે રસ્તો બનશે, દિવ્યદર્શની ચોક બનશે, શક્તિપથ-2નું કાર્ય થશે, નિશ્ચિત વિવિધ સુવિધાને લગતાં કાર્યો થશે, પાર્કિંગ અને આગમન પ્રાંગણ બનશે, સુવિધા પૂરી પાડવા માટેની ઈમારતો તૈયાર થશે
{ બીજા તબક્કામાં આટલું કામ પૂરું થશે
એમ્ફિથિયેટર અને લાઈટ-સાઉન્ડ શો તૈયાર થશે, ગબ્બર નજીક પાર્કિંગની વ્યવસ્થા સુદૃઢ કરાશે, ગબ્બર અરાઈવલ પ્લાઝા બનશે, ગબ્બર મંદિરનું વિસ્તરણ કરાશે, મલ્ટિલેવલ કાર પાર્કિંગ બનશે, ઈન્ફર્મેશન ડેસ્ક, ટૂરિસ્ટ ફેસિલિટી, EV સ્ટેશન્સ