સાવરકુંડલા ગામે લોહાણા મહાજનની વાડી પાસે પાર્કિંગ બાબતે લોહાણા સમાજના આગેવાનો પર થયેલા હુમલા થયો હતો. ઉના લોહાણા મહાજન પ્રમુખ સહીત આગેવાનોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને ઉના પ્રાંત અધિકારી ડે.કલેક્ટરને લેખીત આવેદન પત્ર પાઠવી ગુનેગારને પકડી પાડી કડક સજા કરવાની માગ કરી છે. ઉના લોહાણા મહાજન પ્રમુખ ડોક્ટર મનોજ માનશેતા, રસિક તન્ના, ભવ્ય પોપટ, ચિંતન ગઢીયા, નીરવ ગઢીયા, મનદીપ પોપટ, કૌશિક સુબા, કાન્તિ છગ સહિતના આગેવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લોહાણા મહાજન પ્રમુખ સાવરકુંડલાના તથા જ્ઞાતિના સભ્યો ઉપર થયેલા હુમલાના વિરોધ વ્યક્ત કરી આવેદન પત્ર પાઠવ્યું છે. આ બનેલી ઘટનાઓ વખોડી કાઢી આ શખ્સોને પકડી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરાઈ હતી.