જૂનાગઢ પેટ્રોલ પંપમાં છેલ્લા 15 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા યુવકે પેટ્રોલ પંપમાં અલગ અલગ રીતે હિસાબોમાં ગોટાળા કરી 30 લાખથી વધુની છતરપિંડી કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે. જે મામલે પેટ્રોલ પંપના માલિકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિઝવાન ઓસમાણ કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પેટ્રોલ પંપના માલિકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, છેલ્લા 15 વર્ષથી પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે નોકરી કરતા રિઝવાન કુરેશી એ અલગ અલગ દિવસે પેટ્રોલ ડીઝલના રીડિંગ ઓછા દર્શાવ્યાં હતા. તેમજ પેટ્રોલ પંપ ના રોજમેળમાં ખોટી એન્ટ્રીઓ ખોટા હિસાબો ઉભા કર્યા હતા અને લાખો રૂપિયાનો ગોલમાલ કર્યો હતો. આટલું જ નહીં મેનેજર તરીકે ફરજ બજાવતા રિઝવાન કુરેશી એ પેટ્રોલ પંપ પર ટેન્કરમાં ડીઝલ નાખવાના ખોટા હિસાબો બતાવી લાખો રૂપિયાની છેતરપિંડી પેટ્રોલ પંપના માલિક સાથે કરી હતી. ત્યારે સમય જતા પેટ્રોલ પંપમાં ખોટા હિસાબો થયા હોવાનું સામે આવતા પેટ્રોલ પંપના માલિકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિઝવાન કુરેશી નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા તેમને મિત્રની બીમારી હોવાના કારણે આ રૂપિયાની છેતરપિંડી કર્યાનું કબૂલ્યું છે. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. પેટ્રોલ પંપના માલિક વિરમભાઈ નંદાણીયાએ જણાવ્યું હતું કે, મારા પેટ્રોલ પંપમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતા રિઝવાન ઓસમાણભાઈ કુરેશી મેનેજર તરીકે કામ કરતો હતો.રિઝવાન ઓસમાણભાઈ કુરેશી પેટ્રોલ પંપ ના તમામ કામકાજ અને કંપની સાથેની વહીવટી જવાબદારી પણ સંભાળતા હતા.આ રિઝવાન રિઝવાન કુરેશી 30 લાખથી વધુની આ પેટ્રોલ પંપમાં ઉચાપત કરી છે. મેનેજર તરીકે પેટ્રોલ પંપ માં ફરજ બજાવતા રિઝવાન કુરેશી એ મારો વિશ્વાસ જીતી અલગ અલગ જગ્યાએથી પૈસા લઈ લીધા હતા. પેટ્રોલ પંપ પર રીડિંગનું જે સેલ હોય જેમાં 2000 લીટર પેટ્રોલ કે ડીઝલ ટોટલ 4000 લીટર ડીઝલ માં ઓછા રીડિંગ દર્શાવી રૂપિયા પોતાના ઘરે મોકલાવી દેતો હતો. તેમજ આ પેટ્રોલ પંપ નો બેંકનો નાણાકીય વહીવટ પણ રિઝવાનના હાથમાં જ હતો. પેટ્રોલ પંપ ના પાંચ લાખ રૂપિયા બેંકમાં ભરવા ના નામે લઈ જતો હતો પરંતુ બેંકમાં માત્ર બે લાખ જ ભરતો હતો અને ત્રણ લાખ રૂપિયા પોતાના ઘરે લઈ જતો હતો. એમ અલગ અલગ દિવસોમાં બેંકના નામે પૈસા લઈ પોતે પૈસાની છેતરપિંડી કરી હતી. આમ અલગ અલગ રીતે પેટ્રોલ પંપ ના નાણાંની ખોટી એન્ટ્રીઓ કરી 30 લાખથી વધુની છતરપિંડી અમારી સાથે કરી છે. પેટ્રોલ પંપમાં છેતરપિંડી મામલે ડીવાયએસપી ધાંધલીયા જણાવ્યું હતું કે, વિરમભાઈ નંદાણીયાના પેટ્રોલ પંપમાં છેલ્લા 15 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા રિઝવાન કુરેશી એ ડિસેમ્બર 2022 થી લઈ 2024 દરમિયાન પેટ્રોલ પંપમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. રિઝવાન કુરેશી એ પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે ફરજ બજાવી પેટ્રોલ ડીઝલમાં વેચાણનો તફાવત બતાવી પેટ્રોલ પંપ ના રોજમેળમાં ફેરબદલી કરી હતી. રિઝવાને પેટ્રોલ પંપમાં ખોટા હિસાબો એન્ટ્રીઓ બતાવી પેટ્રોલ પંપ ના માલિક સાથે વિશ્વાસઘાત કર્યો હતો. પેટ્રોલ પંપમાં જે ટેન્કર ડીઝલ પેટ્રોલ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેમાં પણ લાખો રૂપિયાનો ગોટાળો કર્યો હતો. રિઝવાને પેટ્રોલ પંપ ના માલિક અને ફરિયાદી વિરમભાઈ નંદાણીયા સાથે છેલ્લા દોઢ વર્ષમાં 35 લાખથી વધુની છેતરપીડી કરી હતી. ત્યારે રિઝવાને 35 લાખમાંથી પાંચ લાખ રૂપિયા ફરિયાદી વિરમભાઈ નંદાણીયા ને પરત આપ્યા હતા. બાકી રહેતા 30 લાખ રૂપિયા ફરિયાદીને ન ચૂકવતા વિરમભાઈ નંદાણીયા એ મેનેજર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિઝવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે જુનાગઢ બી ડિવિઝન દ્વારા આરોપીની ધરપકડ કરવામાં છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાના મિત્રને બીમારી હોવાથી તેમને આપેલા હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસ દ્વારા હજુ પણ અલગ અલગ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.