વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી ભુવનેશ્વરમાં શરૂ થનારી DGP-IGP કોન્ફરન્સમાં ભાગ લેશે. ગઈકાલે સાંજે તેઓ ભુવનેશ્વર પહોંચ્યા હતા. આજે તેઓ ભુવનેશ્વરમાં લોક સેવા ભવન કન્વેન્શન સેન્ટરમાં હાજરી આપશે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે 29 નવેમ્બરે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યાં તેમણે વિશિષ્ટ સેવા બદલ દેશના 3 સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનને ટ્રોફી આપી હતી. આ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવશે. જેમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ, દરિયાકાંઠાના સંરક્ષણ, નવા ફોજદારી કાયદા અને ડ્રગ્સ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. કોન્ફરન્સમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા અંગે ચર્ચા થશે આ કોન્ફરન્સમાં, દેશમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ, સુરક્ષા પર રાજ્યોની કામગીરીની તપાસ કરવા અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો સામનો કરવાના માર્ગો શોધવા માટે ચર્ચા કરવામાં આવશે. કોન્ફરન્સ દરમિયાન આંતરિક સુરક્ષા, ડાબેરી ઉગ્રવાદ, આતંકવાદ અને વિરોધી આતંકવાદ, સાયબર ક્રાઈમ અને એઆઈ દ્વારા ઊભા કરાયેલા પડકારો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ પણ આપવામાં આવ્યો હતો 2014માં પીએમ બન્યા બાદથી મોદીએ દેશભરમાં કોન્ફરન્સનું આયોજન કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ કોન્ફરન્સ અત્યાર સુધીમાં ગુવાહાટી (આસામ), કચ્છના રણ (ગુજરાત), હૈદરાબાદ (તેલંગાણા), ટેકનપુર (ગ્વાલિયર, મધ્યપ્રદેશ), સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા, ગુજરાત), પુણે (મહારાષ્ટ્ર), લખનૌ (ઉત્તરપ્રદેશ), નવી દિલ્હી અને જયપુર (રાજસ્થાન)માં યોજાઈ ચૂકી છે. આ વખતે તે ઓડિશામાં યોજાઈ છે. પન્નુની ધમકીને કારણે સુરક્ષા વધારી દેવામાં આવી હતી પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ (SFJ) સંગઠનનો વડો પન્નુએ થોડા દિવસો પહેલા એક ધમકીભર્યો વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે નક્સલવાદીઓ, માઓવાદીઓ, કાશ્મીરી આતંકવાદીઓને DG-IGP કોન્ફરન્સ-2024માં ખલેલ પહોંચાડવા કહ્યું હતું. જેના કારણે 59મી ડીજી-આઈજીપી કોન્ફરન્સ 2024 માટે પોલીસ ફોર્સની 70થી વધુ પ્લાટુન તહેનાત કરવામાં આવી છે.