એક તરફ વિશ્વ રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસ યુદ્ધ સામે ઝઝૂમી રહ્યું છે, તેનાથી વિશ્વનું અર્થતંત્ર મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ ઈન્ટરનેશનલ ગેંગસ્ટર અને સંગઠિત ગુનેગારોનો રાફડો ફાટી નીકળ્યો છે. તેઓ વર્તમાન સ્થિતિનો ફાયદો ઉઠાવી ગેંગની સાથે ગુનાઈત પ્રવૃત્તિઓ વધારી રહ્યા છે. 10 વર્ષ સુધી ઈન્ટરપોલના મહાસચિવ તરીકે જવાબદારી નિભાવનાર જર્ગેન સ્ટોકનું કહેવું છે કે ગેંગ અને સંગઠિત અપરાધ સામેની લડાઈ વિશ્વ હારી રહ્યું છે. ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના ડાયરેક્ટર માર્ક શોનું કહે છે કે આંતરરાષ્ટ્રીય ગેંગના વિસ્તરણનાં ત્રણ મુખ્ય કારણો છે. એન્ક્રિપ્ટેડ મોબાઈલ એપ્સ અને ક્રિપ્ટો કરન્સીએ ગુનેગારોને એકબીજા સાથે જોડાવા અને તેમની કમાણી ટ્રાન્સફર કરવાની સુવિધા આપી છે. આ ઉપરાંત સિન્થેટિક ડ્રગ્સમાંથી વૈશ્વિક ગેંગ મોટી કમાણી કરી રહી છે. ક્રિમિનલ ગેંગ હવે ડ્રગ્સ, પાઇરેટેડ સોફ્ટવેર અને વાઇલ્ડ લાઇફથી લઇને માનવ તસ્કરી સુધીના પોલિક્રાઇમમાં સંડોવાયેલી છે. ઉદાહરણ તરીકે, વેનેઝુએલાની ‘ટ્રેન ડી અરાગુઆ’ ગેંગ માનવ તસ્કરીમાંથી નાણાં ઊભા કરે છે, ડ્રગ્સથી નહીં. ગ્લોબલ ગેંગ: 40 દેશમાં નેટર્વક, 60 હજાર મેમ્બર હત્યા જેવી ઘટનાઓ ઘટી પરંતુ સાઈબર ક્રાઈમ વધ્યા
આ સદીના પ્રથમ 20 વર્ષોમાં વિશ્વમાં હત્યાનો દર લગભગ એક ચતુર્થાંશ જેટલો ઘટી ગયો છે, પ્રતિ 100,000 લોકોમાં 6.9થી 5.2 થયો છે. પરંતુ સાઈબર ગુનાઓમાં વધારો થયો છે. ચેઇનલિસિસ નામની ડેટા કંપનીનો અંદાજ છે કે રેન્સમવેર હુમલાઓથી થતી ગેરકાયદેસર કમાણી 2023 સુધીમાં $7.6 બિલિયન સુધી પહોંચી જશે. આ પૈસા ક્રિમિનલ ગેંગ અને નોર્થ કોરિયાના 10 હજાર હેકર્સમાં વહેંચવામાં આવશે. ગેંગમાં સિન્થેટિક ડ્રગ્સની તસ્કરી વધુ, નવા-નવા ડ્રગ્સ માર્કેટમાં
સિન્થેટિક ડ્રગ્સના કારણે આ ગેંગ ઝડપથી વિસ્તરી હતી. 2013 અને 2022 વચ્ચે દક્ષિણ-પૂર્વ એશિયામાં મેથેમ્ફેટામાઇનના હુમલામાં 4 ગણો વધારો થશે. 2010 અને 2020 વચ્ચે વિશ્વમાં ડ્રગ્સ લેતા લોકોની સંખ્યામાં પાંચમા ભાગનો વધારો થયો છે. નવું સિન્થેટિક ડ્રગ્સ વધુ શક્તિશાળી છે. ઉદાહરણ તરીકે, ફેન્ટાનીલ હેરોઈન કરતાં 50 ગણી વધુ શક્તિશાળી છે અને એટોનિટાઝીન હેરોઈન કરતાં 500 ગણી વધુ શક્તિશાળી છે.